________________
સ્થાન–૩ઃ ઉદ્દેશક ૨
દુ:ખ રૂપ ક્રિયા અથવા કર્મ શું અહેતુક અથવા અકારણ હોય છે ? તેના ઉત્તરમાં ભગવાન મહાવીરે કહ્યું– સુખ દુઃખ રૂપ કોઈ પણ કાર્ય અહેતુક અથવા અકારણ થતું નથી. જે અકારણ માને છે તે મિથ્યાદષ્ટિ છે. તેઓનું કથન મિથ્યા છે. આત્મા સ્વયં કૃત અથવા ઉપાર્જિત અને ક્રિયમાણ કર્મોનો કર્તા છે અને તેના સુખ–દુઃખરૂપ ફળનો ભોક્તા છે. સર્વ પ્રાણી, ભૂત, જીવ, સત્વ પોતાના કરેલા કર્મોના ફળ ભોગવે છે.
આ રીતે આ સૂત્રમાં કાત્યાયનના મતનું ખંડન અને સ્વમતની સ્થાપના કરી છે.
૨૦૯
॥ સ્થાન-૩ : ઉદ્દેશક-ર સંપૂર્ણ ૫