________________
૨૦૮
શ્રી ઠાણાંગ સત્રન
ન કરવાથી થાય છે.) કર્યા વિના જ પ્રાણ, ભૂત, જીવ, સત્વ તે વેદનાનું વેદન કરે છે.
.
ઉત્તર– હે આયુષ્યમાન્ શ્રમણો ! જે અન્યતીર્થિક આ પ્રમાણે કહે છે, તે મિથ્યા કહે છે. હું આ પ્રમાણે કહું છું, ભાષણ કરું છું, પ્રજ્ઞાપન કરું છું અને પ્રરૂપણા કરું છું કે– (૧) દુઃખકૃત છે(આત્મા દ્વારા ઉપાર્જિત કરાય છે). (૨) દુઃખ સ્પૃશ્ય છે(આત્માથી તેનો સ્પર્શ થાય છે). (૩) દુઃખ ક્રિયામાણ કૃત છે. (આત્મા દ્વારા કરવામાં આવે ત્યારે થાય છે.) તે કરીને જ પ્રાણ, ભૂત, જીવ સત્વ તે વેદનાનું વેદન કરે છે એમ સમજવું જોઈએ.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં અન્યતીથિંક દ્વારા સ્વીકૃત 'અકૃતક્રિયા'ના સિદ્ધાંતનું નિરસન કર્યું છે. અન્યતીર્થિકો ક્રિયા સંબંધી ત્રણ વિકલ્પોનો નિષેધ કરે છે તે કારણે તેમાં ત્રિસ્થાનકતા સંભવે છે. તેથી તૃતીય સ્થાનના આ સૂત્રમાં તેનો સમાવેશ કર્યો છે.
:
અળસ્થિયા ઃ- આગમમાં અન્ય દાર્શનિકો અને મત-મતાન્તરોના માટે આ શબ્દનો ઉલ્લેખ છે. તેના બે રૂપ થાય છે— અન્યયૂથિક અને અન્યતીર્થિક. 'યૂથિક' શબ્દનો અર્થ 'સમુદાયવાળા' અને 'તીર્થિક' શબ્દનો અર્થ પણ સંપ્રદાયવાળા છે.
પ્રસ્તુત સૂત્રમાં કોઈ વ્યક્તિ કે સંપ્રદાયના નામોલ્લેખ વિના જ તેમાં 'અમૃતવાદ' અથવા 'અહેતુવાદ'નું કથન છે. તેઓનું માનવું છે કે “પ્રાણી જે સુખ-દુઃખ અથવા અદુઃખ—અસુખનો અનુભવ કરે છે, તેનું કોઈ કારણ નથી. મનુષ્ય જે જીવહિંસા, મિથ્યા ભાષણ, પરધનહરણ, પરદાર સેવન આદિ અનૈતિક કાર્ય કરે છે, તે વિના કારણે કરે છે અર્થાત્ તેનો કોઈ હેતુ નથી".
સૂત્રમાં અન્યતિર્થીકો દ્વારા કથિત ક્રિયા સંબંધી ચાર ભંગ છે. તેમાં ત્રણ ભંગનો નિષેધ છે અને ચોથા અકૃત કર્મનો સ્વીકાર કરતાં તત્સંબંધી પ્રશ્ન છે.
૧. ડા. ફ :– કૃતક્રિયા (કર્મ) તેઓને માન્ય નથી. કૃત એટલે ભૂતકાળમાં કરેલું કર્મ, ભૂતકાળ નષ્ટ છે તેથી તેઓ કૃતકર્મને સ્વીકારતા નથી.
૨. વડા નો વ[ફ :– 'કૃતઅક્રિયા' પણ તેઓને સ્વીકૃત નથી. કરેલ કાર્ય ન કરેલું કેમ થાય ? તે બંને પરસ્પર વિરોધી છે.
૩. અડા ખો નખ્વક્ :– 'અકૃત અક્રિયા' જે કૃત નથી, તે અસત્ છે, માટે તે તેઓને સ્વીકૃત નથી.
૪. મહારષ્ના :- અકૃત ક્રિયા (કર્મ). કર્મ જીવ દ્વારા અકૃત છે. કર્મ જીવ દ્વારા કરાયેલ નથી. જીવ દુઃખાદિ ભોગવે છે તે નિષ્કારણ છે. આ ભંગ તેઓને સ્વીકાર છે.
અન્યતીર્થિકોની આ માન્યતા લક્ષમાં લઈ કોઈ શિષ્યે ભગવાન મહાવીરને પૂછ્યું– હે ભગવન્ !