________________
સ્થાન–૩ઃ ઉદ્દેશક ૨
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં જીવ માત્રને માટે મહત્ત્વના ત્રણ પ્રશ્ન અને તેના ત્રણ ઉત્તર છે. તે સૂત્ર પાઠથી
સ્પષ્ટ છે.
૨૦૭
પ્રમાદ :– આત્મભાવનું વિસ્મરણ તે પ્રમાદ છે. તે અનેક રીતે પ્રગટ થાય છે. તેના આઠ ભેદ છે– અજ્ઞાન, સંશય, મિથ્યા જ્ઞાન, રાગ, દ્વેષ, મતિભ્રંશ, ધર્માનાદર, યોગદુપ્રણિધાન. મિથ્યાત્વ વગેરે પાંચે કર્મબંધના કારણો પણ પ્રમાદ કહેવાય છે. પ્રમાદ કર્મબંધનું, કર્મબંધ દુઃખનું અને દુઃખ ભયનું કારણ છે.
આ રીતે દુ:ખોત્પાદક પ્રમાદ, ભયનું કારણ છે અને અપ્રમાદ, ભયમુક્તિનું સાધન છે. અકૃતક્રિયાના સિદ્ધાંતનું નિવારણ :
२८ उत्थियाणं भंते ! एवं आइक्खंति, एवं भासंति, एवं पण्णवेंति, एवं परूवेंति - कहण्णं समणाणं णिग्गंथाणं किरिया कज्जइ ?
तत्थ जा सा कडा कज्जइ, जो तं पुच्छंति । तत्थ जा सा कडा णो कज्जइ तं पुच्छंति । तत्थ जा सा अकडा णो कज्जइ, णो तं पुच्छंति । तत्थ जा सा अकडा कज्जइ, तं पुच्छंति ।
से एवं वत्तव्वं सिया- अकिच्चं दुक्खं, अफुसं दुक्खं, अकज्जमाणकडं दुक्खं, अकट्टु अकट्टु पाणा भूया जीवा सत्ता वेयणं वेदेंतीति वत्तव्वं ।
जे ते एवमाहंसु मिच्छा ते एवमाहंसु । अहं पुण एवमाइक्खामि एवं भासामि एवं पण्णवेमि एवं परूवेमि- किच्चं दुक्खं, फुसं दुक्खं, कज्जमाणकडं दुक्खं । कट्टु कट्टु पाणा भूया जीवा सत्ता वेयणं वेयंतीति वत्तव्वयं सिया ।
ભાવાર્થ :- પ્રશ્ન– ભદન્ત ! કેટલાક અન્યતીર્થિક આ પ્રમાણે કહે છે, આ પ્રમાણે ભાષણ કરે છે, આ પ્રમાણે પ્રજ્ઞાપન કરે છે, આ પ્રમાણે પ્રરૂપણા કરે છે કે જે ક્રિયાના વિષયમાં શ્રમણ નિગ્રંથોનો શું અભિપ્રાય
છે?
તેમાં જે કૃત ક્રિયા કરાય છે તેઓ તેને પૂછતા નથી. તેમાં જે કૃત ક્રિયા કરાતી નથી તેઓ તેને પૂછતા નથી. તેઓ દ્વારા જે અકૃત ક્રિયા કરાતી નથી તેઓ તેને પણ પૂછતા નથી. પરંતુ જે અકૃત ક્રિયા કરાય છે તેઓ તેને પૂછે છે.
તેઓનું વકતવ્ય આ પ્રમાણે છે– (૧) દુઃખરૂપ કર્મ(ક્રિયા) અમૃત છે. (આત્મા દ્વારા કરાતા નથી). (૨) દુઃખ અસ્પૃશ્ય છે (આત્માથી તેનો સ્પર્શ થતો નથી).(૩) દુઃખ અક્રિયામાણ કૃત છે. (આત્મા દ્વારા