________________
- ૨૦૬
શ્રી ઠાણાગ સૂત્ર-૧
અભેદ્ય = ભેદી ન શકાય, અદાહ્ય = બાળી ન શકાય, અગ્રાહ્ય = ગ્રહણ ન કરી શકાય, અનÁ = બે ભાગ થઈ ન શકે તે, અમધ્ય = જેને મધ્યભાગ નથી, અવિભાજ્ય = જેના(અનેક) વિભાગ થઈ ન શકે છે. સમય, પ્રદેશ, પરમાણુની વ્યાખ્યા પૂર્વ સ્થાન ૧ સૂત્ર ૨૧માં કરી છે. દુઃખોત્પાદક પ્રમાદ :२७ अज्जोत्ति ! समणे भगवं महावीरे गोयमाई समणे णिग्गंथे आमंतेत्ता एवं वयासी- किंभया पाणा समणाउसो ?
गोयमाई समणा णिग्गंथा समणं भगवं महावीरं उवसंकमंति, उवसंकमित्ता वंदंति णमंसंति, वंदित्ता णमंसित्ता एवं वयासी- णो खलु वयं देवाणुप्पिया ! एयमढे जाणामो वा पासामो वा । तं जइ णं देवाणुप्पिया ! एयमटुं णो गिलायंति परिकहित्तए, तमिच्छामो णं देवाणुप्पियाणं अंतिए एयमटुं जाणित्तए । ____ अज्जो ! त्ति समणे भगवं महावीरे गोयमाई समणे णिग्गंथे आमंतेत्ता एवं वयासी- दुक्खभया पाणा समणाउसो !
से णं भंते ! दुक्खे केण कडे ? जीवेणं कडे पमाएणं । से णं भंते ! दुक्खे कहं वेइज्जइ ? अप्पमाएणं ।। ભાવાર્થ :- હે આર્યો ! આ રીતે ગૌતમ આદિ શ્રમણ નિગ્રંથોને આમંત્રિત કરી શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ કહ્યું, હે આયુષ્યમાનું શ્રમણો ! જીવ કોનાથી ભય પામે છે?
ગૌતમાદિ શ્રમણ નિગ્રંથો ભગવાન મહાવીર પાસે આવ્યા; સમીપે આવીને, વંદન નમસ્કાર કર્યા. વંદન નમસ્કાર કરી, આ પ્રમાણે કહ્યું
હે દેવાનુપ્રિય ! અમે આ અર્થને જાણતા નથી, જોતા નથી. જો આપ દેવાનુપ્રિયને આ અર્થનું પરિકથન કરવામાં કષ્ટ ન હોય તો આપ દેવાનુપ્રિય પાસે તેનો અર્થ જાણવાની અમારી ઈચ્છા છે.
હે આર્યો' ! આ પ્રમાણે શ્રમણ ભગવાન મહાવીરે ગૌતમ આદિ શ્રમણ નિગ્રંથોને સંબોધન કરી કહ્યું- હે આયુષ્માન્ શ્રમણો ! જીવ દુઃખથી ભય પામે છે.
પ્રશ્ન- હે ભગવન્! દુઃખ કોનાથી ઉત્પન્ન થાય છે? ઉત્તર- જીવો પોતે પોતાના પ્રમાદથી દુઃખ ઉત્પન્ન કરે છે. પ્રશ્ન- હે ભગવન્! દુઃખોનું વેદન(ક્ષય) કેવી રીતે કરાય છે? ઉત્તર- જીવ પોતાના અપ્રમાદથી દુઃખ વેદે છે(ક્ષય કરે છે).