________________
૨૧૦
શ્રી ઠાણાંગ સત્ર-૧
સ્થાન-૩
ઉદ્દેશક-૩
&
ઉદ્દેશક-૩
આલોચના આદિ કરવા ન કરવાના કારણો :| १ तिहिं ठाणेहिं मायी मायं कटु णो आलोएज्जा, णो पडिक्कमेज्जा, णो णिंदेज्जा, णो गरिहेज्जा, णो विउद्देज्जा, णो विसोहेज्जा, णो अकरणयाए अब्भुटेज्जा, णो अहारिहं पायच्छित्तं तवोकम्म पडिवज्जेज्जा, तं जहाअकरिंसु वाहं, करेमि वाह, करिस्सामि वाहं । ભાવાર્થ :- ત્રણ કારણોથી માયી(દોષ સેવન કરનાર) દોષ સેવન કરીને તેની આલોચના કરતા નથી, પ્રતિક્રમણ કરતા નથી, આત્મસાક્ષીએ નિંદા કરતા નથી, ગુરુ સાક્ષીએ ગહ કરતા નથી, તે કાર્ય સંબંધી અધ્યવસાય છોડતા નથી, તેની શુદ્ધિ કરતા નથી. તેને પુનઃ ન કરવા માટે ઉદ્યમવંત થતા નથી અને યથાયોગ્ય પ્રાયશ્ચિત રૂપ તપ કર્મ અંગીકાર કરતા નથી, તે ત્રણ કારણો આ પ્રમાણે છે– (૧) ભૂતકાળમાં મેં દોષ સેવન કર્યું છે (૨) વર્તમાનમાં હું દોષ સેવન કરી રહ્યો છું (૩) ભવિષ્યમાં હું દોષ સેવન કરીશ, તો તેની આલોચના શા માટે કરું? | २ तिहिं ठाणेहिं मायी मायं कटु णो आलोएज्जा, णो पडिक्कमेज्जा जाव णो पडिवज्जेज्जा, तं जहा- अकित्ती वा मे सिया, अवण्णे वा मे सिया, अविणए वा मे सिया । ભાવાર્થ :- ત્રણ કારણોથી દોષ સેવન કરનાર પુરુષ તે દોષની આલોચના, પ્રતિક્રમણ, નિંદા, ગહ કરતા નથી, તેનાથી નિવૃત્ત થતા નથી તથા તેની શુદ્ધિ કરતા નથી, તેને પુનઃ ન કરવા માટે ઉદ્યમવંત થતા નથી અને યથાયોગ્ય પ્રાયશ્ચિતરૂપ તપનો સ્વીકાર કરતા નથી. તે ત્રણ કારણો આ પ્રમાણે છે– (૧) આલોચનાદિ કરવાથી મારી અપકીર્તિ થશે. (૨) મારો અવર્ણવાદ થશે. (૩) અન્ય વ્યક્તિ મારો અવિનય કરશે. | ३ तिहिं ठाणेहिं मायी मायं कटु णो आलोएज्जा जाव पडिवज्जेज्जा, तं जहा- कित्ती वा मे परिहाइस्सइ, जसे वा मे परिहाइस्सइ पूयासक्कारे वा मे परिहाइस्सइ ।