________________
[ ૨૦૪]
શ્રી ઠાણાંગ સૂત્ર-૧
વાયુ રહે છે. વાયુના બે પ્રકાર છે. તનવાત એટલે પાતળોવાયુ અને ઘનવાસ–ઘનરૂપ પિંડીભૂત વાયુ. આકાશના આધારે તનવાત, તનવાતના આધારે ઘનવાત છે. ઘનવાત આધારિત ઘનોદધિ-હિમશીલાની જેમ ઘનીભૂત પાણી છે અને તેના આધારે પૃથ્વી(પૃથ્વીઓ) છે.
દિશામાં જીવની ગતિ આદિ :२४ तओ दिसाओ पण्णत्ताओ, तं जहा- उड्डा, अहा, तिरिया ।
तिहिं दिसाहिं जीवाणं गई पवत्तइ- उड्डाए, अहाए, तिरियाए ।
तिहिं दिसाहिं जीवाणं आगइ, वक्कंती, आहारे, वुड्डी, णिवुड्डी, गइपरियाएसमुग्घाए, कालसंजोगे, सणाभिगमे, णाणाभिगमे, जीवाभिगमे पण्णत्ते, तं जहा- उड्ढाए, अहाए, तिरियाए ।
तिहिं दिसाहि जीवाणं अजीवाभिगमे पण्णत्ते, तं जहा- उड्ढाए, अहाए, तिरियाए । एवं पंचिंदियतिरिक्खजोणियाणं । एवं मणुस्साण वि । ભાવાર્થ :- દિશા ત્રણ પ્રકારની કહી છે, યથા– (૧) ઉર્ધ્વદિશા (૨) અધોદિશા (૩) તિર્યદિશા.
ત્રણ દિશામાં જીવોની ગતિ થાય છે, યથા– (૧) ઉર્ધ્વદિશા (૨) અધોદિશા (૩) તિર્યદિશા.
ત્રણ દિશાઓમાં જીવોની આગતિ, ઉત્પત્તિ, આહાર, વૃદ્ધિ, હાનિ, ગતિપર્યાય, સમુઘાત, કાલસંયોગ, દર્શનાભિગમ, જ્ઞાનાભિગમ અને જીવાભિગમ થાય છે, યથા– (૧) ઉર્ધ્વદિશા (૨) અધોદિશા (૩) તિર્યદિશા.
ત્રણ દિશાઓમાં જીવોનો અજીવાભિગમ-ધર્મ, અધર્માદિ અજીવ દ્રવ્યોનો બોધ થાય છે, યથા(૧) ઉર્ધ્વદિશા (૨) અધોદિશા (૩) તિર્યદિશા.
જીવના ઉપરોક્ત આલાપકની જેમ તિર્યંચ પંચેન્દ્રિય જીવોની ગતિ અને મનુષ્યોની પણ ત્રણે ય દિશાઓમાં ગતિ, આગતિ આદિ થાય છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ત્રણ દિશાઓમાં જીવની ગતિ વગેરે ક્રિયાનું કથન છે. ત્રીજું સ્થાન હોવાથી ત્રણ દિશાનું કથન છે પરંતુ તિર્ય દિશાથી પૂર્વાદિ ચાર દિશાનું ગ્રહણ થાય છે. આ રીતે છએ દિશામાં ગતિ વગેરે ૧૩ બોલ ઘટિત થાય છે. ગતિ = જવું, આગતિ = આવવું, વ્યુત્ક્રાંતિ = ઉત્પત્તિ, જન્મ, આહાર = શરીર યોગ્ય પુદ્ગલોનું ગ્રહણ. વૃદ્ધિ = શરીરનું વધવું; નિવૃદ્ધિ = વાત, પિત્ત આદિ દ્વારા શરીરનું ક્ષીણ થવું; ગતિપર્યાય = લબ્ધિજન્ય શરીરની ગતિ; સમદુઘાત = આત્મપ્રદેશોને શરીરથી બહાર ફેલાવી