________________
| સ્થાન–૩: ઉદ્દેશક-૨
| ૨૦૩ |
अपज्जत्तगा, णोपज्जत्तगा णोअपज्जत्तगा । एवं परित्ता-अपरित्ता, णोपरित्ता-णोअपरित्ता । सुहुमा- बायरा, णोसुहुमा-णोबायरा । सण्णीકસાઈ, ગોસાળી-બોગસ 1 મવી- ખમવી, બોમવી-ગોઝમવી | ભાવાર્થ :- સંસારી જીવ ત્રણ પ્રકારના છે, તે આ પ્રમાણે છે- (૧) સ્ત્રી (૨) પુરુષ (૩) નપુંસક.
સર્વ જીવ ત્રણ પ્રકારના છે, તે આ પ્રમાણે છે- (૧) સમ્યગ્દષ્ટિ (૨) મિથ્યાદષ્ટિ (૩) સમ્યમ્ મિથ્યાદષ્ટિ. અથવા
સર્વ જીવ ત્રણ પ્રકારના છે, તે આ પ્રમાણે છે– (૧) પર્યાપ્ત (૨) અપર્યાપ્ત (૩) નો પર્યાપ્તનોઅપર્યાપ્ત. એ જ રીતે પરિત્ત અપરિત્ત, નોપરિત્ત નોઅપરિત્ત; સૂક્ષ્મ બાદર, નોસૂક્ષ્મ નો બાદર; સંજ્ઞી અસંજ્ઞી, નોસંજ્ઞી નોઅસંજ્ઞી; ભવ્ય અભવ્ય, નોભવ્ય નોઅભવ્ય.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સર્વ પ્રથમ સંસારી જીવના ત્રણ ભેદ કહીને પછી સર્વ જીવના ત્રણ ત્રણ ભેદ કહ્યા છે.
સ્ત્રી, પુરુષ, નપુંસકમાં સંસારી સર્વ જીવ સમાવિષ્ટ થઈ જાય છે. ભિન્નભિન્ન દષ્ટિએ સર્વ જીવોના ત્રણ-ત્રણ પ્રકાર દર્શાવ્યા છે. શેષ સમ્યગ્દષ્ટિ વગેરે બોલોમાં સંસારી અને સિદ્ધ જીવો સમાવિષ્ટ છે. તેમાં સિદ્ધ જીવોનો સમાવેશ સમ્યગ્દષ્ટિ, નો પર્યાપ્ત નોઅપર્યાપ્ત, નોસૂક્ષ્મ નો બાદર, નોભવ્ય નોઅભવ્યમાં થાય છે. શેષ બે બે ભેદ સંસારી જીવોના છે.
આ સૂત્રમાં પરિત્તથી પ્રત્યેક શરીરી, અપરિત્તથી સાધારણ શરીરી અને નોપરિત્ત નોઅપરિત્તથી સિદ્ધ જીવ ગ્રહણ કરેલ છે. લોક સ્થિતિ :२३ तिविहा लोगठिई पण्णत्ता, तं जहा- आगासपइट्ठिए वाए, वायपइट्ठिए उदही, उदहीपइट्ठिया पुढवी । ભાવાર્થ :- લોક સ્થિતિ ત્રણ પ્રકારની છે, તે આ પ્રમાણે છે- (૧) આકાશ પ્રતિષ્ઠિત વાયુ (૨) વાયુપ્રતિષ્ઠિત ઉદધિ(પાણી) (૩) ઉદધિ પ્રતિષ્ઠિત પૃથ્વી.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં લોકસંસ્થિતિનું વર્ણન છે. આકાશ દ્રવ્ય સર્વ દ્રવ્યને સ્થાન આપે છે. તે સર્વ દ્રવ્યના આધારરૂપ છે. તે સ્વયં વિશાળ છે તેથી તેનો કોઈ આધાર નથી. તે સ્વપ્રતિષ્ઠિત છે. આ આકાશના આધારે