________________
૨૦૨ ]
શ્રી ઠાણાંગ સત્ર-૧
અપ્રશસ્ત-પ્રશસ્ત સ્થાન પ્રાપ્તિ :|२० तओ ठाणा णिस्सीलस्स णिव्वयस्स णिग्गुणस्स णिम्मे रस्स णिप्पच्चक्खाण- पोसहोववासस्स गरहिया भवंति, तं जहा- अस्सि लोगे गरहिए भवइ, उववाए गरहिए भवइ, आजाई गरहिया भवइ ।। ભાવાર્થ :- શીલ રહિત, વ્રત રહિત, નિર્ગુણ–ઉત્તરગુણ રહિત, મર્યાદા રહિત અને પ્રત્યાખ્યાન, પૌષધોપવાસ રહિત પુરુષના ત્રણ સ્થાન ગહિત હોય છે, તે આ પ્રમાણે છે– (૧) વર્તમાન ભવ ગહિંત થાય છે (૨) પરલોક ગહિત થાય છે (૩) જન્મજન્માંતર(ભવોભવ)પણ ગહિત થાય છે. ત્યાં પણ તેને અધોદશા પ્રાપ્ત થાય છે. |२१ तओ ठाणा सुसीलस्स सुव्वयस्स सगुणस्स समे रस्स सपच्चक्खाणपोसेहोव- वासस्स पसत्था भवति, तं जहा-अस्सि लोए पसत्थे भवइ, उववाए पसत्थे भवइ, आजाई पसत्था भवइ । ભાવાર્થ :- સુશીલ, સુવ્રતી, સગુણી, મર્યાદા યુક્ત અને પ્રત્યાખ્યાન પૌષધોપવાસથી યુક્ત પુરુષના ત્રણ સ્થાન પ્રશસ્ત હોય છે, તે આ પ્રમાણે છે- (૧) તેનો ઈહલોક પ્રશસ્ત થાય છે (૨) પરભવ પ્રશસ્ત થાય છે (૩) જન્મ જન્માંતર પણ પ્રશસ્ત થાય છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં પૂર્વ સૂત્રના અંતિમ પદમાં નિદર્શિત, કુશીલની ગહ અને સુશીલની પ્રશંસાનું વિવરણ છે. પ્રશસ્ત અને અપ્રશસ્ત ભાવની પરંપરા એક જ ભવ પૂરતી સીમિત નથી પરંતુ ભવ-ભવાંતર પર્યત તે પરંપરા સાથે રહે છે.
શીલાદિનું પાલન ન કરનાર વ્યક્તિ આ ભવમાં નિંદાપાત્ર બને છે. કુશીલતાના પરિણામે તે અધોગતિમાં જન્મ ધારણ કરે છે. તેમજ કુસંસ્કારની પરંપરા તેની સાથે જ રહેવાથી ત્યાર પછીના ભવોમાં પણ તે નિમ્નદશાને પ્રાપ્ત કરે છે. શીલાદિનું પાલન કરનાર વ્યક્તિ આ ભવ, પરભવ અને ભવાંતરમાં ઉચ્ચ દશાને પ્રાપ્ત કરે છે.
સર્વ જીવોના ત્રણ-ત્રણ પ્રકાર :२२ तिविहा संसारमावण्णगा जीवा पण्णत्ता,तं जहा- इत्थी, पुरिसा णपुंसगा।
तिविहा सव्वजीवा पण्णत्ता, तं जहा- सम्मद्दिट्ठी, मिच्छाद्दिट्ठी, सम्मामिच्छा-द्दिट्ठी । अहवा तिविहा सव्वजीवा पण्णत्ता, त जहा- पज्जत्तगा,