________________
| સ્થાન-૩: ઉદ્દેશક-૨
૨૦૧]
વિષાદ થાય. હર્ષ થાય તે રાગપ્રધાન ભાવ છે. વિષાદ, દુઃખ અનુભવે તે દ્વેષ પ્રધાન ભાવ છે. ન રાગ થાય, ન દ્વેષ થાય તો તે મધ્યસ્થ પરિણામ છે. સંસારી જીવોની પરિણતિ પ્રાયઃ રાગમૂલક અથવા બ્રેષમૂલક હોય છે. ધર્મવાનની પરિણતિ વીતરાગતા તરફની હોય છે. આ રીતે ઈન્દ્રિયોના વિષયો ભોગવતાં અને વિવિધ ક્રિયા કરતાં તે વ્યક્તિનું મન કેવું બને છે, તે આ સૂત્રોમાં દર્શાવ્યું છે.
બીજા સૂત્રમાં ગાથા દ્વારા, ગંતા, અગતા; આગંતા, અનાગતા; હંતા, ન હતા વગેરે ૪૪ ક્રિયા બતાવી છે. આ ૪૪ ક્રિયામાં જીવ, સુમન, દુર્મન, નોસુમન નોદુર્મન રહે છે, તેથી ૪૪૪૩ = ૧૩ર અને ભૂતકાળ, વર્તમાન, ભવિષ્ય કાળમાં આ ક્રિયા થાય છે, તેથી ૧૩ર૪૩ = ૩૯૬ અને પ્રથમ આલાપકમાં સુમન, દુર્મન, નો સુમન નો દુશ્મન એમ ત્રણ પ્રકાર બતાવ્યા છે, તે ઉમેરતા કુલ ૩૯૯ પ્રકારના પુરુષ આ સૂત્રમાં બતાવ્યા છે.
પ્રથમ આલાપકમાં જવા રૂપ ક્રિયાના ભૂત, વર્તમાન ભવિષ્ય સંબંધી ત્રણ પેટા આલાપક કહ્યા છે તે આ પ્રમાણે છે– (૧) ભૂતકાળમાં મગધાદિ ક્ષેત્રમાં જવાના કારણે કોઈ વ્યક્તિ, સુમન, કોઈ દુર્મન અને કોઈ મધ્યસ્થ રહે છે. (૨) વર્તમાનમાં મગધાદિ ક્ષેત્રમાં જવાથી કોઈ સુમન, કોઈ દુર્મન, કોઈ મધ્યસ્થ રહે છે. (૩) ભવિષ્યમાં મગધાદિ ક્ષેત્રમાં જઈશ, તે વિચારે કોઈ સુમન, કોઈ દુર્મન, કોઈ મધ્યસ્થ રહે છે.
જેમ વ્યક્તિની મગધ વગેરે ક્ષેત્રમાં જવા રૂપ ક્રિયાથી ભૂત, ભવિષ્ય, વર્તમાન સંબંધી ત્રણ-ત્રણ પ્રકારની માનસિક સ્થિતિ હોય, તેમ ન જવા સંબંધી, આવવા સંબંધી અને ન આવવા સંબંધી નવ-નવ પ્રકારની વ્યક્તિ સમજવી.
અહીં સુત્રમાં પાંચ ગાથા આપી છે. તેમાંથી ચાર ગાથામાં વિધેયાત્મક અને નિષેધાત્મક બોલ આપ્યા છે. પાંચમી સંગ્રહ ગાથામાં શબ્દ, રૂપ, ગંધ, રસ અને સ્પર્શ, આ પાંચ બોલ વિધેયાત્મક જ આપ્યા છે તેના પણ નિષેધાત્મક બોલ પૂર્વની ચાર ગાથાગત બોલની જેમ લેવાના છે, તેથી શબ્દાદિ દસ બોલ થાય છે. તેના આલાપક આ પ્રમાણે છે– (ભૂતકાળમાં)શબ્દ સાંભળીને (૧) કોઈ સુમન (૨) કોઈ દુર્મન (૩) કોઈ મધ્યસ્થ રહે છે. વર્તમાને શબ્દ સાંભળતાં (૪) કોઈ સુમન (૫) કોઈ દુર્મન (૬) કોઈ મધ્યસ્થ રહે છે. શબ્દ સાંભળીશ તે વિચારે (૭) કોઈ સુમન (૮) કોઈ દુર્મન (૯) કોઈ મધ્યસ્થ રહે છે.
તે જ રીતે શબ્દ ન સાંભળવાના ત્રણ આલાપક થાય છે– શબ્દ ન સાંભળીને (૧) કોઈ સુમન (૨) કોઈ દુર્મન (૩) કોઈ મધ્યસ્થ રહે છે. શબ્દ ન સાંભળતા (૪) કોઈ સુમન (૫) કોઈ દુર્મન (૬) કોઈ મધ્યસ્થ રહે છે. શબ્દ સાંભળીશ નહીં તે વિચારે (૭) કોઈ સુમન (૮) કોઈ દુર્મન (૯) કોઈ મધ્યસ્થ રહે છે.
શબ્દની જેમ રૂપ જોવા, ગંધ સુંઘવા, રસ ચાખવા અને સ્પર્શ કરવા સંબંધી અને ન કરવા સંબંધી આલાપકો જાણવા. આ રીતે પાંચમી ગાથાના પૂર્વાર્ધ સુધીમાં ૪૨ ક્રિયા બતાવી છે.
પાંચમી ગાથાના ઉત્તરાર્ધમાં કુશીલતાની ગહ અને સુશીલતાની પ્રશંસારૂપ બે ક્રિયા બતાવી છે.