________________
૨૦૦
શ્રી ઠાણાગ સુત્ર-૧
सद्दा रूवा गंधा, रसा य फासा तहेव ठाणा य । णिस्सीलस्स गरहिया, पसत्था पुण सीलवंतस्स ॥ ५ ॥
एवमिक्केक्के तिण्णि उ तिण्णि उ आलावगा भाणियव्वा । ભાવાર્થ :- પુરુષ ત્રણ-ત્રણ પ્રકારના છે, તે આ પ્રમાણે છે– (૧) કોઈ પુરુષ ન જવાથી સુમનસ્ક, થાય છે (૨) કોઈ પુરુષ દુર્મનસ્ક થાય છે (૩) કોઈ પુરુષ મધ્યસ્થ થાય છે.
જતો નથી, તે વિચારે (૧) કોઈ પુરુષ સુમનસ્ક થાય છે (૨) કોઈ પુરુષ દુર્મનસ્ક થાય છે (૩) કોઈ પુરુષ મધ્યસ્થ થાય છે.
જઈશ નહીં', તે વિચારે (૧) કોઈ પુરુષ સુમનસ્ક થાય છે (૨) કોઈ પુરુષ દુર્મનસ્ક થાય છે (૩) કોઈ પુરુષ મધ્યસ્થ થાય છે.
ગાથાર્થ– આ અભિશાપથી (ભૂતકાળ, વર્તમાન કાળ અને ભવિષ્યકાળની સુમન, દુર્મન, નોસુમનદુશ્મન થવા સંબંધી કથન વિધિથી ૪૪ બોલનું કથન કરવું. (૧) જઈને (૨) ન જઈને (૩) આવીને (૪) ન આવીને (૫) ઊભા રહીને (૬) ન ઊભા રહીને (૭) બેસીને (૮) ન બેસીને (૯) હણીને (૧૦) ન હણીને (૧૧) છેદીને (૧૨) ન છેદીને (૧૩) બોલીને (૧૪) ન બોલીને (૧૫) અન્ય સાથે વાતચીત કરીને (૧૬) વાતચીત ન કરીને (૧૭) આપીને (૧૮) ન આપીને (૧૯) ખાઈને (૨૦) ન ખાઈને (૨૧) પ્રાપ્ત કરીને (૨૨) પ્રાપ્ત ન કરીને (૨૩) પી લઈને (૨૪) ન પી લઈને (૨૫) સૂઈને (૨૬) ન સૂઈને (૨૭) યુદ્ધ કરીને (૨૮) યુદ્ધ ન કરીને (૨૯) જીતીને (૩૦) ન જીતીને (૩૧) હારીને (૩૨) ન હારીને (૩૩) શબ્દ સાંભળીને (૩૪) શબ્દ ન સાંભળીને (૩૫) રૂપ જોઈને (૩૬) રૂપ ન જોઈને (૩૭) (બંધ) સૂધીને (૩૮) ન સૂંઘીને (૩૯) રસ ચાખીને (૪૦) રસ ન ચાખીને (૪૧) સ્પર્શીને (૪૨) ન સ્પર્શીને (૪૩) કુશીલની ગહ કરીને (૪૪) શીલવાનની પ્રશંસા કરીને. તે પ્રત્યેકના ત્રણ-ત્રણ આલાપક કહેવા.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં વ્યક્તિની વિભિન્ન માનસિક દશાનું ચિત્રણ છે. અહીં મનની ત્રણ અવસ્થાઓ પ્રતિપાદિત છે– સુમન, દુર્મન અને નોસુમન નોદુશ્મન. પ્રાયઃ વ્યક્તિ માત્ર જવું કે ન જવું, આવવું કે ન આવવું, બેસવું કે ન બેસવું વગેરે ક્રિયાઓમાં લાભનું કારણ હોય તો હર્ષિત થાય છે. તે ક્રિયા હાનિરૂપનુકશાન રૂપ હોય તો વિષાદગ્રસ્ત બને છે. તે ક્રિયા લાભ–હાનિરૂપ ન હોય તો તટસ્થ રહે અથવા આધ્યાત્મિક સાધક આવી ક્રિયાઓમાં મધ્યસ્થ, સમભાવથી તટસ્થ રહે છે.
આ સુત્રોથી ફલિત થાય છે કે એક ક્રિયા, એક પરિસ્થિતિનો પ્રભાવ દરેક મનુષ્ય પર એક સરખો હોતો નથી. એક જ પરિસ્થિતિ માનસિક સ્તર પર ભિન્ન ભિન્ન પ્રતિક્રિયા ઉત્પન્ન કરે છે. જેમ કે જવાની ક્રિયાથી કોઈને હર્ષ ઉત્પન્ન થાય, કોઈને વિષાદ ઉત્પન્ન થાય અને તે જ ક્રિયાથી કોઈને ન હર્ષ થાય, ન