________________
[ ૧૯૮]
શ્રી ઠાણાગ સૂત્ર-૧
અને આગમ ભાષામાં તેને ઉપસ્થાપના કે મહાવ્રતારોપણ કહે છે. ઉત્કૃષ્ટ છ મહિનાથી શૈક્ષને વડી દીક્ષા આપવામાં આવે છે. પાંચ ચારિત્રમાં તેને છેદોપસ્થાપનીય ચારિત્ર કહે છે. છમ્માતા :- છ માસમાં જેને મહાવ્રત આરોપિત કરવામાં આવે તેની "છમાસિક' ઉત્કૃષ્ટ શૈક્ષભૂમિ છે. વડમાસ – જે શૈક્ષ ઉક્ત કર્તવ્યોને ચાર મહિનામાં શીખી લે અને ચાર માસમાં જેને મહાવ્રત આરોપિત કરવામાં આવે તેની ચાતુર્માસિક મધ્યમ શૈક્ષભૂમિ છે.
જે શૈક્ષ સાત દિવસમાં જ સાધકના ઉક્ત કર્તવ્ય શીખી લે છે અને તે પછી આઠમા દિવસે છેદોપસ્થાનીય ચારિત્ર સ્વીકારે છે તો તેની સાત રાત્રિ-દિવસીય જઘન્ય શૈક્ષ ભૂમિ છે. ત્રણ પ્રકારના સ્થવિર :१६ तओ थेर भूमीओ पण्णत्ताओ, तं जहा- जाइथेरे, सुयथेरे, परियायथेरे । सट्ठिवासजाए समणे णिग्गंथे जाइथेरे, ठाणसमवायधरे णं समणे णिग्गंथे सुयथेरे, वीसवासपरियाए णं समणे णिग्गंथे परियायथेरे । ભાવાર્થ :- ત્રણ સ્થવિરભૂમિઓ કહી છે, તે આ પ્રમાણે છે– (૧) જાતિસ્થવિર (૨) શ્રુતસ્થવિર (૩) પર્યાયસ્થવિર. ૬૦ વર્ષની ઉંમરના શ્રમણ જાતિસ્થવિર' છે. સ્થાનાંગ અને સમવાયાંગના જ્ઞાતા શ્રમણ "શ્રુત સ્થવિર’ છે અને વીસ વર્ષની દીક્ષા પર્યાયવાળા શ્રમણ નિગ્રંથ 'પર્યાય સ્થવિર' છે.
વિવેચન :
સ્થવિર – જે દીર્ઘ દીક્ષાપર્યાયવાળા હોય તે સ્થવિર કહેવાય. તેમજ જે સંયમમાં સ્થિર હોય અને બીજા શ્રમણોને સંયમમાં સ્થિર કરે તે સ્થવિર કહેવાય. જન્મ, શ્રુત, અધિકાર, ગુણ વગેરે અનેક અપેક્ષાએ સ્થવિર થઈ શકે છે. સુત્રમાં ઉંમર, દીક્ષા પર્યાય અને જ્ઞાનની અપેક્ષાએ ત્રણ પ્રકારના સ્થવિર કહ્યા છે જે સૂત્રના ભાવાર્થથી સ્પષ્ટ છે.
સુમન-દુર્મનાદિ પુરુષ :|१७ तओ पुरिसजाया पण्णत्ता, तं जहा- सुमणे, दुम्मणे, णोसुमणे णोदुम्मणे । ભાવાર્થ :- પુરુષ ત્રણ પ્રકારના છે, તે આ પ્રમાણે છે– (૧) સુમનસ્ક(માનસિક હર્ષવાળા) (૨) દુર્મનસ્ક(માનસિક વિષાદવાળા)(૩) નોસુમનસ્ક નોદુમનસ્ક(નહર્ષવાળા કેનવિષાદવાળા પરંતુ મધ્યસ્થ). |१८ तओ पुरिसजाया पण्णत्ता, तं जहा- गंता णामेगे सुमणे भवइ, गंता णामेगे दुम्मणे भवइ, गता णामेगे णोसुमणे णोदुम्मणे भवइ ।