________________
| સ્થાન–૩: ઉદ્દેશક-૨
| ૧૯૭]
ક્ષય થયું છે, તેવા ૧૨મા ગુણસ્થાનવર્તી સાધુ-સાધ્વીઓને નિગ્રંથ કહે છે. (૩) સ્નાતક – ઘનઘાતી ચાર કર્મોનો ક્ષય કરનારા તેરમા અને ચૌદમા ગુણસ્થાનવર્તી અરિહંતોને સ્નાતક કહે છે.
આ ત્રણે નિગ્રંથો નોસંજ્ઞોપયુક્ત હોય છે. તેમાં નિગ્રંથ અને સ્નાતક તો વીતરાગ હોવાથી તેને આહારાદિની સંજ્ઞાનો અવકાશ રહેતો જ નથી. પુલાક પણ પોતાની લબ્ધિ પ્રયોગના સમયે તેમાં જ તલ્લીન હોવાથી આહારાદિની સંજ્ઞાથી રહિત હોય છે. આ રીતે તે ત્રણે નિગ્રંથ નોસંજ્ઞોપયુક્ત હોય છે. (૧) બકુશ :- શરીર અને ઉપકરણને સંસ્કારિત કરે, ઋદ્ધિ અને યશની અભિલાષા રાખે, તેમજ મોહજન્યદોષથી યુક્ત હોય તે બકુશ કહેવાય છે. આ બકુશ નિગ્રંથો મૂળવ્રતોનું પાલન કરે છે પણ ઉત્તર ગુણોને દૂષિત કરે છે. તેમનું ચારિત્ર અતિચારરૂપ દોષોથી યુક્ત હોય છે. તેથી તેને બકુશ કહે છે. (૨) પ્રતિસેવના કુશીલ - જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિ કારણોથી મૂળગુણ કે ઉત્તર ગુણમાં જે દોષસેવન કરે, તે સાધુને પ્રતિસેવના કુશીલ નિગ્રંથ કહે છે. (૩) કષાય કશીલ :- સંજ્વલન કષાયના પ્રગટ કે અપ્રગટ ઉદયના કારણે જેનું ચારિત્ર કંઈક અંશે મલિન બને છે, તેને કષાય કુશીલ નિગ્રંથ કહે છે. તેઓ મૂળગુણ કે ઉત્તર ગુણમાં દોષ સેવન કરતા નથી.
આ ત્રણે નિગ્રંથોને તથાપ્રકારના સંયમસ્થાન હોવાથી તે સંજ્ઞોપયુક્ત અને નોસંજ્ઞોપયુક્ત તેમ બંને પ્રકારે હોય છે.
શૈક્ષની ત્રણ પ્રકારની કાળમર્યાદા :|१५ तओ सेहभूमीओ पण्णत्ताओ, तं जहा- उक्कोसा, मज्झिमा, जहण्णा । उक्कोसा छम्मासा, मज्झिमा चउमासा, जहण्णा सत्तराइदिया । ભાવાર્થ :- શૈક્ષ ભૂમિ ત્રણ પ્રકારની છે, તે આ પ્રમાણે છે– (૧) ઉત્કૃષ્ટ (૨) મધ્યમ (૩) જઘન્ય. ઉત્કૃષ્ટ છ મહિના, મધ્યમ ચાર મહિના અને જઘન્ય સાત દિવસ–રાત્રિની(અહોરાત્રિની)હોય છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં નવદીક્ષિત-શૈક્ષસાધુની શૈક્ષતાની કાળમર્યાદા દર્શાવી છે. સેદભૂમી - વાવજીવન સામાયિક ચારિત્ર અંગીકાર કરનાર નવદીક્ષિત સાધુને શેક્ષ કહેવાય છે. શૈક્ષનો અર્થ છે શિક્ષા પ્રાપ્ત કરનાર. તેના ગ્રહણ શિક્ષા અને આસેવન શિક્ષાના અભ્યાસકાળને શૈક્ષભૂમિ કહે છે. માવજીવનનું સામાયિક ચારિત્ર અંગીકાર કર્યા પછી છેદોપસ્થાપનીય ચારિત્રમાં પાંચ મહાવ્રત અને છઠ્ઠ રાત્રિભોજન વિરમણ વ્રત ધારણ કરાવવામાં આવે છે. જેને સામાન્ય ભાષામાં વડીદીક્ષા કહે છે