________________
૧૯૬ ]
શ્રી ઠાણાંગ સત્ર-૧
તોદયિત્વા:- દેવમાયાથી શરીરમાં વ્યથા ઉત્પન્ન કરી અપાતી દીક્ષા. પ્લાયિત્વા:- દીક્ષાર્થીને બીજા સ્થાને લઈ જઈ અપાતી દીક્ષા. વાચયિત્વા:-દીક્ષા લેનાર સાથે વાતચીત કરી અપાતી દીક્ષા. જેમ કે હાલિક ખેડૂત. ભગવાન મહાવીરના કહેવાથી ગૌતમસ્વામી હાલિક–ખેડૂતને પ્રતિબોધવા ગયા. ખેડૂત સાથે વાતચીત કરતાં તેને દીક્ષાના ભાવ થયા અને ત્યાં જ ગૌતમ સ્વામીએ ખેડૂતને દીક્ષા આપી. અપાત – ગુરુસેવા માટે લેવાતી દીક્ષા. આખ્યાત - ધર્મ ઉપદેશ આપી અપાતી દીક્ષા અથવા ગુરુના કહેવાથી લેવાતી દીક્ષા. સંગાર - સંગાર એટલે સંકેત. પૂર્વ પ્રતિજ્ઞાથી લેવાતી દીક્ષા.
આ રીતે વિવિધ પ્રયોજનથી લેવાતી કે અપાતી દીક્ષાને અહીં તે તે નામથી બતાવવામાં આવી છે.
સંજ્ઞાવાન-અસંજ્ઞાવાન નિગ્રંથ :१४ तओ णियंठा णोसण्णोवउत्ता पण्णत्ता, तं जहा- पुलाए, णियंठे, सिणाए ।
तओ णियंठा सण्णोवउत्ता य णोसण्णोवउत्ता य पण्णत्ता, तं जहाबउसे, पडिसेवणाकुसीले, कसायकुसीले । ભાવાર્થ :- ત્રણ પ્રકારના નિગ્રંથ નોસંજ્ઞોપયુક્ત છે, તે આ પ્રમાણે છે- (૧) પુલાક (૨) નિગ્રંથ (૩) સ્નાતક.
ત્રણ પ્રકારના નિગ્રંથ સંશોપયુક્ત અને નોસંશોપયુક્ત હોય છે, તે આ પ્રમાણે છે– (૧) બકુશ (૨) પ્રતિસેવના (૩) કષાય કુશીલ.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં આહારાદિ સંશોપયુક્ત અને નોસંશોપયુક્ત નિગ્રંથનું કથન છે. અહીં ગ્રંથનો અર્થ પરિગ્રહ છે. જે બાહ્ય અને આત્યંતર પરિગ્રહથી રહિત હોય તે નિગ્રંથ કહેવાય છે. આહારાદિની અભિલાષાને સંજ્ઞા કહે છે. જે આ સંજ્ઞાથી ઉપયુક્ત હોય અર્થાત્ જે પૂર્વોપભુક્ત આહારાદિના વિચારથી અથવા ભવિષ્યના આહારાદિની ચિંતાથી ઉપયુક્ત હોય તેને સંજ્ઞોપયુક્ત કહે છે અને તે સંજ્ઞાથી જે ઉપયુક્ત નથી તેને નોસંજ્ઞોપયુક્ત કહે છે. આ રીતે પ્રસ્તુત સૂત્રોમાં કુલ છ નિગ્રંથોનું વર્ણન છે. (૧) પલાક :- તપસ્યા વિશેષથી પ્રાપ્ત પુલાક લબ્ધિનો ઉપયોગ કરીને પોતાના સંયમને જે અસાર બનાવે તે સાધુને પુલાક નિગ્રંથ કહેવાય છે. લબ્ધિ પ્રયોગમાં તેઓ ઉત્તરગુણ કે મૂળગુણને દૂષિત કરે છે છતાં તે છઠ્ઠા ગુણસ્થાનમાં રહે છે કારણ કે તેઓનો હેતુ પવિત્ર હોય છે. (૨) નિગ્રંથ :- જેનું મોહનીયકર્મ ઉપશાંત થયું છે, તેવા ૧૧મા ગુણસ્થાનવર્તી અને જેનું મોહનીયકર્મ