________________
સ્થાન–૩: ઉદ્દેશક-૨
૧૯૫
दुहओ लोग पडिबद्धा । ભાવાર્થ :- પ્રવ્રજ્યા ત્રણ પ્રકારની છે, તે આ પ્રમાણે છે– (૧) ઈહલોક પ્રતિબદ્ધા પ્રવ્રજ્યા (૨) પરલોક પ્રતિબદ્ધા પ્રવ્રયા (૩) ઉભયલોક પ્રતિબદ્ધા પ્રવ્રયા. ११ तिविहा पव्वज्जा पण्णत्ता,तं जहा- पुरओ पडिबद्धा, मग्गओ पडिबद्धा, दुहओ पडिबद्धा । ભાવાર્થ :- પ્રવ્રજ્યા ત્રણ પ્રકારની છે, તે આ પ્રમાણે છે– (૧) પુરતઃ પ્રતિબદ્ધા પ્રવ્રજ્યા (૨) માર્ગતઃ પ્રતિબદ્ધા પ્રવ્રજ્યા (૩) ઉભયતઃ પ્રતિબદ્ધા પ્રવ્રજ્યા. |१२ तिविहा पव्वज्जा पण्णत्ता, तं जहा- तुयावइत्ता, पुयावइत्ता, बुआवइत्ता । ભાવાર્થ :- ત્રણ પ્રકારની પ્રવ્રજ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) તોદયિત્વા પ્રવ્રજ્યા (૨) પ્લાયિત્વા પ્રવ્રજ્યા (૩) વાચયિત્વા પ્રવ્રજ્યા. १३ तिविहा पव्वज्जा पण्णत्ता, तं जहा- ओवायपव्वज्जा, अक्खायपव्वज्जा, सगारपव्वज्जा।
ભાવાર્થ :- પ્રવ્રજ્યા ત્રણ પ્રકારની કહી છે, તે આ પ્રમાણે છે– (૧) અવપાત પ્રવ્રજ્યા (૨) આખ્યાત પ્રવ્રજ્યા (૩) સંગાર પ્રવ્રજ્યા.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં સંયમ સ્વીકારના ત્રણ-ત્રણ કારણો રજૂ કર્યા છે. પ્રવ્રજ્યા – પ્રકૃષ્ટપણે સંસારનો તથા સાંસારિક ભાવોનો ત્યાગ કરવો તેને પ્રવ્રજ્યા કહે છે. ઈહલોક પ્રતિબદ્ધા પ્રવજ્યા- ભોજનાદિ આ લોક સંબંધી સુખ પ્રાપ્તિની ઈચ્છાથી લેવાતી દીક્ષા. પરલોક પ્રતિબદ્ધા પ્રવ્રજ્યા - દેવલોકના સુખ-ઋદ્ધિની ઈચ્છાથી લેવાતી દીક્ષા. ઉભય પ્રતિબદ્ધા પ્રવ્રજ્યા – આલોક પરલોક બંને સુખની ઈચ્છાથી લેવાતી દીક્ષા. પુરતઃ પ્રતિબદ્ધા પ્રવ્રજ્યા – 'ભવિષ્યમાં મને ઘણા શિષ્યો મળશે અને હું ગુરુ બનીશ, તેવી ભવિષ્યની ઈચ્છાથી લેવાતી દીક્ષા. માર્ગત પ્રતિબધા પ્રવયા?-'મારા સ્વજનોનું પોષણ કરીશ, તેવા સ્વજનોના સ્નેહને કારણે ભવિષ્યની ઈચ્છાથી લેવાતી દીક્ષા. ઉભયતઃ પ્રતિબદ્ધ પ્રવજ્યા- ઉપરોક્ત બંને પ્રકારની ઈચ્છાથી લેવાતી દીક્ષા.