________________
૧૯૪]
શ્રી ઠાણાંગ સૂત્ર-૧
ચારિત્રબોધિ. બુદ્ધ ત્રણ પ્રકારના છે, તે આ પ્રમાણે છે- (૧) જ્ઞાનબુદ્ધ (૨) દર્શનબુદ્ધ (૩) ચારિત્રબુદ્ધ. | ९ तिविहे मोहे पण्णत्ते, तं जहा- णाणमोहे, दंसणमोहे, चरित्तमोहे । तिविहा मूढा पण्णत्ता, तं जहा-णाणमूढा, दंसणमूढा चरित्तमूढा । ભાવાર્થ :- મોહ ત્રણ પ્રકારના છે, તે આ પ્રમાણે છે– (૧) જ્ઞાનમોહ (૨) દર્શનમોહ (૩) ચારિત્રમોહ. મૂઢ ત્રણ પ્રકારના છે, તે આ પ્રમાણે છે– (૧) જ્ઞાનમૂઢ (૨) દર્શનમૂઢ (૩) ચારિત્રમૂઢ. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં બુદ્ધ અને મૂઢ વ્યક્તિનું નિરૂપણ કર્યું છે. વિવિહા રોહી:-બુધ ધાતુથી બોધિ શબ્દ નિષ્પન્ન થયો છે. તેનો અર્થ છે જ્ઞાન, વિવેક, રુચિ, આત્મબોધ અથવા મોક્ષમાર્ગના બોધને બોધિ કહે છે. આત્માને જાણવો તે સમ્યકજ્ઞાન, આત્માને જોવો તે સમ્યક્દર્શન અને આત્મામાં રમણતા તે સમ્યકુચારિત્ર છે. અહીં આત્મબોધ અર્થમાં જ બોધિ શબ્દનો પ્રયોગ છે. જ્ઞાન વિષયક સમ્યક બોધને જ્ઞાનબોધિ, દર્શન વિષયક સમ્યક બોધને દર્શનબોધિ, ચારિત્ર વિષયક સમ્યફ બોધને ચારિત્રબોધિ કહે છે. બોધિનું ફળ ચારિત્ર છે. તેથી કારણના અભેદોપચારથી ચારિત્રને બોધિ કહે છે. આ બોધિથી યુક્ત જીવ બુદ્ધ કહેવાય છે. બોધિ ત્રણ પ્રકારની હોવાથી બુદ્ધ પણ ત્રણ પ્રકારના બતાવ્યા છે. વિવિદે મોદે:- (૧) જ્ઞાનને જે મોહિત કરે તેનું જ્ઞાન વિષયક અયથાર્થતા, વિપરીતતા તે જ્ઞાનમોહ કહેવાય. (૨) વસ્તુ જે સ્વરૂપે હોય તે રૂપે શ્રદ્ધા કરવા રૂપ દર્શનને જે મોહિત કરે તે; અર્થાત્ દર્શનની વિપરીતતા અયથાર્થતા તે દર્શનમોહ કહેવાય. (૩) ચારિત્રને જે મલિન કરે, મોહિત કરે અર્થાત્ ચારિત્રની અયથાર્થતા કે વિપરીતતા તે ચારિત્રમોહ કહેવાય છે.
જ્ઞાનમોહ જ્ઞાનાવરણીયના ઉદય રૂપ છે, દર્શનમોહ દર્શન મોહનીયના ઉદયરૂપ અને ચારિત્ર મોહ ચારિત્ર મોહનીયના ઉદય રૂ૫ છે તેમ વૃત્તિમાં કહ્યું છે.
બીજા સ્થાનમાં જ્ઞાનબોધિ, દર્શનબોધિનું કથન કરી બે પ્રકારના મોહનું કથન કર્યું છે. તે જ રીતે અહીં પણ ત્રણ પ્રકારની બોધિનું કથન કરી તુરત જ ત્રણ પ્રકારના મોહ(મૂઢતા)નું કથન કર્યું છે. તેનાથી પ્રતીત થાય છે કે મોહ બોધિનો પ્રતિપક્ષ છે. તેથી અહીં મોહનો અર્થ દોષ થાય છે. જ્ઞાનમોહ થવાથી જ્ઞાન અયથાર્થ બની જાય છે. દષ્ટિ મોહથી દર્શનભ્રાંત બની જાય, ચારિત્રમોહથી આચારમાં મૂઢતા ઉત્પન્ન થાય છે. મોહ-મૂઢતા ઉત્પન્ન કરવાનું કાર્ય મોહનીયકર્મ કરે છે. માટે જ્ઞાનમોહમાં જ્ઞાનાવરણની સાથે પણ મિથ્યાત્વ મોહનીયકર્મનો પ્રભાવ તો હોય જ છે. આ ત્રણે પ્રકારના મોહથી યુક્ત જીવ મૂઢ કહેવાય છે. મોહ ત્રણ પ્રકારના છે માટે મૂઢ વ્યક્તિના પણ ત્રણ પ્રકાર છે. પ્રવજ્યાના વિવિધ પ્રકાર :१० तिविहा पव्वज्जा पण्णत्ता,तं जहा- इहलोगपडिबद्धा, परलोगपडिबद्धा,