________________
સ્થાન–૩: ઉદ્દેશક-૨
૧૯૩]
ત્રણ વિભાગ કરી, પ્રથમ વિભાગને પ્રથમયામ, બીજા વિભાગને મધ્યમયામ અને ત્રીજા વિભાગને પશ્ચિમયામ કહે છે. જોકે 'યામ' શબ્દથી રાત્રિ દિવસનો ચોથો ભાગ પ્રસિદ્ધ છે પરંતુ સૂત્રમાં 'યામ' શબ્દથી ત્રીજો વિભાગ સુચિત છે. યામો રત્રર્જિનશુ ૨ વર્થમાનો યદ્યપિ પ્રસિદ્ધ તથા શાહ ત્રિમા : ઇશ્વ વિવશતઃ | - સ્થાનાંગવૃત્તિ. દિવસ–રાત્રિના ત્રણે યામ અર્થાત્ દિવસ–રાત્રિના કોઈપણ સમયે જીવ ધર્મશ્રવણથી કેવળજ્ઞાન પર્વતની પ્રત્યેક અવસ્થા પ્રાપ્ત કરી શકે છે. આ કથનનું તાત્પર્ય એ છે કે ધર્મને કાળનું કોઈ બંધન નથી. દિવસ–રાત્રિના કોઈપણ સમયે ધર્મ શ્રવણથી કેવળજ્ઞાન પર્યંતની ઉપલબ્ધિ સંભવિત છે. જેમ કોઈપણ સમયમાં જીવ ધર્મ શ્રવણાદિ કરી શકે તેમ જીવનની કોઈપણ વયમાં ધર્મ શ્રવણાદિ કરી શકે છે તે સૂચવવા હવે પછીના સૂત્રમાં ત્રણ વય દ્વારા આ કથન કર્યું છે. ધર્મપ્રાપ્તિની વય :| ७ तओ वया पण्णत्ता, तं जहा- पढमे वए, मज्झिमे वए, पच्छिमे वए ।
तिहिं वएहिं आया केवलिपण्णत्तं धम्म लभेज्ज सवणयाए, तं जहापढमे वए, मज्झिमे वए, पच्छिमे वए । एसो चेव गमो णेयव्वो जाव केवलणाणति । ભાવાર્થ :- વય(કાલકૃત અવસ્થા) ત્રણ પ્રકારની છે, યથા- (૧) પ્રથમ વય (૨) મધ્યમવય (૩) પશ્ચિમવય.
પ્રથમવય, મધ્યમ વય અને પશ્ચિમવય આ ત્રણે વયમાં આત્મા કેવળી પ્રજ્ઞપ્ત ધર્મ શ્રવણ કરી શકે છે. તે જ રીતે આત્મા ત્રણે વયમાં વિશદ્ધ બોધિથી વિશુદ્ધ કેવળજ્ઞાન પર્વતની અવસ્થાઓ પ્રાપ્ત કરી શકે છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ધર્મને ઉંમરનું બંધન નથી, તે સૂચવ્યું છે. જીવનના ત્રણ વિભાગમાંથી પ્રથમ વિભાગને પ્રથમ વય, બીજા વિભાગને મધ્યમવય અને અંતિમ વિભાગને પશ્ચિમવય કહેવામાં આવે છે.
ટીકાકારે ૮ થી ૩૦ વર્ષને પ્રથમ વય, ૩૦ વર્ષથી ૬૦ વર્ષ સુધી મધ્યમવય અને ત્યાર પછીની વયને પશ્ચિમ વય કહી છે. વસ્તુતઃ વયનું વિભાજન આયુષ્યની અપેક્ષાએ થાય છે અને આયુષ્ય કાલ સાપેક્ષ છે. તેથી સર્વદા એક પ્રકારે વિભાજન થઈ શકતું નથી. બુદ્ધ-મૂઢ વ્યક્તિ :| ८ तिविहा बोही पण्णत्ता, तं जहा- णाणबोही, सणबोही, चरित्तबोही । तिविहा बुद्धा पण्णत्ता, तं जहा- णाणबुद्धा, दसणबुद्धा, चरित्तबुद्धा ।। ભાવાર્થ :- બોધિ ત્રણ પ્રકારની છે, તે આ પ્રમાણે છે– (૧) જ્ઞાનબોધિ (૨) દર્શનબોધિ (૩)