________________
સ્થાન—૩ : ઉદ્દેશક–૨
૧૯૧
ત્રુટિતા (૩) પર્યા. તે રીતે તેના સામાનિક દેવો અને અગ્રમહિષીઓની ત્રણ ત્રણ પરિષદ છે. તે રીતે સૂર્યેન્દ્રની અને તેના સામાનિક દેવો તથા અગ્રમહિષીઓની પણ ત્રણ ત્રણ પરિષદ છે.
५ सक्कस्स णं देविंदस्स देवरण्णो तओ परिसाओ पण्णत्ताओ, तं जहासमिया, चंडा जाया । एवं जहा चमरस्स जाव अग्गमहिसीणं । एवं जाव अच्चुयस्स लोगपालाणं ।
ભાવાર્થ :- દેવોના રાજા દેવેન્દ્ર શક્રની ત્રણ પરિષદ છે, યથા– (૧) સમિતા (૨) ચંડા (૩) જાતા. તેમજ શકેંદ્રની અગ્રમહિષી સુધીના સર્વની ત્રણ-ત્રણ પરિષદ ચમરેન્દ્રની જેમ છે.
એ જ રીતે ઈશાનેન્દ્રથી લઇને અચ્યુતેન્દ્ર સુધીના સર્વ ઈન્દ્રોની અને તેના લોકપાલ સુધીના સર્વની ત્રણ-ત્રણ પરિષદ છે.
વિવેચન :
પરિક્ષા ઃ- પરિષદ એટલે પરિવાર. દેવોના રાજા ઈન્દ્ર, તેની સમાન ઋદ્ધિવાળા સામાનિક દેવો, પુરોહિત તુલ્ય દેવો ત્રાયત્રિંશક, રક્ષક દેવો લોકપાલ અને ઈન્દ્રની મુખ્યદેવીઓ અગ્રમહિષી કહેવાય છે. તેઓનો ત્રણ-ત્રણ પ્રકારનો પરિવાર ત્રણ પરિષદ રૂપે ઓળખાય છે.
૧. આપ્યંતર પરિષદ :– પ્રયોજનવશ અતિગૌરવ પૂર્વક બોલાવવામાં આવે ત્યારે જ જે દેવ-દેવી આવે તે આપ્યંતર પરિષદ કહેવાય છે. તે પરિષદ સાથે પ્રયોજનનો વિચાર કરવામાં આવે છે તેથી પણ તે આત્યંતર પરિષદ કહેવાય છે.
૨. મધ્યમ પરિષદ :– પ્રયોજનવશ બોલાવવામાં આવે ત્યારે અથવા બોલાવ્યા વિના પણ જે દેવ–દેવી આવે તે મધ્યમ પરિષદ કહેવાય છે. વિચારેલા કાર્ય પર આ સભામાં વિસ્તૃત વિચારણા થાય છે.
૩. બાહ્ય પરિષદ :– બોલાવ્યા વિના જે દેવ-દેવીઓ થયા સમયે સભામાં આવે તે બાણ પરિષદ કહેવાય છે. વિચારવામાં આવેલ કાર્યનું વિવરણ તેઓ સમક્ષ કરવામાં આવે છે અને તેને કાર્ય કરવાનો આદેશ આપવામાં આવે છે. ઈન્દ્ર, સામાનિક દેવ વગેરેની પરિષદના નામ જુદાજુદા છે, તે આ પ્રમાણે છે–
તે
દેવનામ
પરિષદ નામ
ભવનપતિના સર્વ ઈન્દ્ર
વૈમાનિકના સર્વ ઈ
તેઓના સામાનિકદેવ તેઓના ત્રાયસ્વિંશક દેવની.
(૧) મિતા (૨) ચંડા (૩) જાતા.