________________
૧૯૦ ]
શ્રી ઠાણાગ સૂત્ર-૧ |
चमरस्स णं असुरिंदस्स असुरकुमाररण्णो सामाणियाणं देवाणंतओ परिसाओ पण्णत्ताओ, तं जहा- समिया, चंडा, जाया जहेव चमरस्स । एवं तायत्तीसगाण वि । लोगपालाणं- तुंबा, तुडिया, पव्वा । एवं अग्गमहिसीण वि । बलिस्स वि एवं चेव जाव अग्गमहिसीणं ।
धरणस्स य सामाणिय तायत्तीसगाणंच-समिया, चंडा, जाया । लोगपालाणं अग्गमहिसीणं-ईसा, तुडिया, दढरहा । जहा धरणस्स तहा सेसाणं भवणवासीणं।
ભાવાર્થ :- અસુરકુમારોના રાજા અસુરેન્દ્ર 'ચમર'ની ત્રણ પ્રકારની પરિષદ છે, યથા– સમિતા (૨) ચંડા (૩) જાતા. આત્યંતર પરિષદનું નામ 'સમિતા', મધ્યમ પરિષદનું નામ 'ચંડા' અને બાહ્ય પરિષદનું નામ જાતા' છે.
અસુરકુમારના રાજા અસુરેન્દ્ર ચમરના સામાનિક દેવોની ત્રણ પ્રકારની પરિષદ અમરેન્દ્રની સમાન છે, યથા- સમિતા, ચંડા અને જાતા. તેના ત્રાયસ્વિંશક દેવોની તે જ નામની ત્રણ પરિષદ છે. તેના લોકપાલની તુમ્બા, ત્રુટિતા અને પર્વા નામની ત્રણ પરિષદ છે. આ રીતે લોકપાલની જેમ અગ્રમહિષીઓની પણ ત્રણ પરિષદ છે. બલીન્દ્રથી તેની અગ્રમહિષી સુધી સર્વની પરિષદનું વર્ણન અમરેન્દ્ર અને તેના પરિવારની પરિષદની જેમ છે.
ધરણંદ્ર તથા તેના સામાનિક દેવ અને ત્રાયસ્વિંશક દેવની– સમિતા, ચંડા, જાતા એ નામની ત્રણ-ત્રણ પરિષદ છે. તેના લોકપાલ અને અગ્રમહિષીઓની– ઈશા, ત્રુટિતા અને દઢરથા એ નામની ત્રણ-ત્રણ પરિષદ છે. ધરણેન્દ્રના સમસ્ત વર્ણનની જેમ શેષ આઠ ભવનપતિ ઈન્દ્ર, સામાનિક આદિનું વર્ણન છે. | ३ कालस्स णं पिसाइंदस्स पिसायरण्णो तओ परिसाओ पण्णत्ताओ, तं जहा- ईसा तुडिया दढरहा । एवं सामाणिय अग्गमहिसीणं । एवं जाव गीयरइ गीय- जसाणं । ભાવાર્થ - પિશાચોના રાજા પિશાચેન્દ્ર કાલની ત્રણ પરિષદ છે, યથા– (૧) ઈશા (૨) ત્રુટિતા (૩) દઢરથા. તેમજ તેના સામાનિક દેવ અને અગ્રમહિષીઓની પણ ત્રણ-ત્રણ પરિષદ છે. તે જ રીતે ગન્ધર્વ જાતિના ઈન્દ્ર ગીતરતિ અને ગીતયશ સુધી સર્વ વાણવ્યંતર દેવેન્દ્રોની ત્રણ-ત્રણ પરિષદ છે. | ४ चंदस्स णं जोइसिंदस्स जोइसरण्णो तओ परिसाओ पण्णत्ताओ, तं जहातुंबा तुडिया पव्वा । एवं सामाणिय अग्गमहिसीणं । एवं सूरस्स वि । ભાવાર્થ :- જ્યોતિષ્ક દેવોના રાજા જ્યોતિર્મેન્દ્ર ચંદ્રની ત્રણ પરિષદ છે, યથા- (૧) તુમ્બા (૨)