________________
સ્થાન-૩: ઉદ્દેશક-ર
|
| ૧૮૯
સ્થાન-૩
ઉદ્દેશક-ર
ઉદ્દેશક-ર
2
2
લોકના ત્રણ-ત્રણ પ્રકાર :| १ |तिविहे लोए पण्णत्ते, तं जहा- णामलोए, ठवणलोए, दव्वलोए । तिविहे लोए पण्णत्ते, तं जहा- णाणलोए, दसणलोए, चरित्तलोए । तिविहे लोए पण्णत्ते, तं जहा- उड्डलोए, अहोलोए, तिरियलोए । ભાવાર્થ :- લોકના ત્રણ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) નામલોક (૨) સ્થાપનાલોક(૩) દ્રવ્યલોક. લોકના ત્રણ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) જ્ઞાનલોક (૨) દર્શનલોક (૩) ચારિત્રલોક(આ ભાવ લોક છે) લોકના ત્રણ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) ઉર્ધ્વલોક (૨) અધોલોક (૩) તિર્યલોક.(આ ક્ષેત્ર લોક છે) વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં નિક્ષેપની અપેક્ષાએ લોકનું વર્ણન કરવામાં આવ્યું છે. ત્રીજું સ્થાન હોવાથી પ્રથમ નામલોક, સ્થાપનાલોક, દ્રવ્યલોક એ ત્રણ નિક્ષેપનું કથન કરી,પશ્ચાતું જ્ઞાનલોક, દર્શનલોક અને ચારિત્ર લોક દ્વારા ભાવલોકનું વર્ણન છે. તે પછી ઉર્ધ્વલોક વગેરેના કથનથી ક્ષેત્રલોકનું કથન છે.
કોઈ વ્યક્તિ કે વસ્તુનું નામ 'લોક' રાખવામાં આવે, તો તે 'નામલોક" કહેવાય છે. કોઈ પદાર્થમાં 'આ લોક છે' તેવી સ્થાપના અથવા લોકનું ચિત્ર વગેરે સ્થાપના લોક છે. ધર્માસ્તિકાય વગેરે દ્રવ્યો, દ્રવ્યલોક છે અને દ્રવ્યના આધારભૂત ક્ષેત્રને ક્ષેત્રલોક કહે છે. તેના ત્રણ પ્રકાર છે– ઉર્ધ્વ, અધો અને તિર્યગુલાક. જીવના સ્વભાવરૂપ જ્ઞાન, દર્શન તેમજ આત્મસ્વરૂપમાં રમણતારૂપ ચારિત્રને અહીં ભાવલોક રૂપે સ્વીકાર્યા છે. ઈન્દ્રાદિની પરિષદ :| २ चमरस्स णं असुरिंदस्स असुरकुमाररण्णो तओ परिसाओ पण्णत्ताओ, तं जहा- समिया, चंडा, जाया । अभितरिया समिया, मज्झिमिया चंडा, बाहिरिया जाया ।