________________
૧૮૮ ]
શ્રી ઠાણાગ સૂત્ર-૧
તે આ પ્રમાણે છે– (૧) ચંદ્ર પ્રજ્ઞપ્તિ (૨) સૂર્ય પ્રજ્ઞપ્તિ (૩) દ્વીપસાગર પ્રજ્ઞપ્તિ.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ત્રણ પ્રજ્ઞપ્તિઓના સ્વાધ્યાયકાળનો ઉલ્લેખ છે. સામાન્ય રીતે સર્વ આગમ શાસ્ત્રોનું અધ્યયન સ્વાધ્યાયના કાળે જ કરવામાં આવે છે, અકાળમાં કોઈપણ આગમ શાસ્ત્રોનું અધ્યયન થતું નથી. તેમ છતાં ત્રણ શાસ્ત્ર માટે અહીં જે 'કાલ' શબ્દનો પ્રયોગ કર્યો છે તે વિશેષ સૂચન માટે જ કર્યો છે.
આ ત્રણ સૂત્ર ગણિતપ્રધાન વિષયવાળા છે. આ ત્રણે સૂત્રોમાં આચાર, ઉપદેશ કે ધર્મકથાનું વર્ણન નથી. દરેક શ્રમણ તેના અધ્યયનને યોગ્ય હોતા નથી. વિશિષ્ટ યોગ્યતાવાળા શ્રમણોને તપશ્ચર્યા સાથે આ સૂત્રનું અધ્યયન કરાવવામાં આવે છે. આ રીતે સૂત્રગત 'કાલ' શબ્દ ત્રણ વિશેષ અર્થ ધરાવે છે. (૧) શિષ્યનો યોગ્ય અધ્યયનકાળ (૨) ક્ષયોપશમની વિશેષતા (૩) વિશિષ્ટ તપ સાથે.
સૂત્રોક્ત ત્રણ શાસ્ત્રોમાંથી દ્વીપસાગર પ્રજ્ઞપ્તિ સૂત્રની બત્રીસ સૂત્રોમાં ગણના કરવામાં આવતી નથી અને ચંદ્ર-સૂર્ય પ્રજ્ઞપ્તિ બે સૂત્ર, એક સૂત્ર રૂપે જ ઉપલબ્ધ છે.
પ્રજ્ઞપ્તિ શબ્દની સમાનતાવાળા શાસ્ત્રમાં જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ અને વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ સુત્ર પણ છે પરંતુ તેમાં વર્ણિત વિષય અને સૂત્રશૈલી ઉક્ત ત્રણ સૂત્રોથી ભિન્ન છે અને પ્રાયઃ સહજ ગમ્ય છે.
8ા
સ્થાન-૩ : ઉદ્દેશક-૧ સંપૂર્ણ છે