________________
સ્થાન-૩: ઉદ્દેશક-૧
[ ૧૮૫]
ભાવાર્થ :- લોકમાં ત્રણ સ્થાન સમાન, સપક્ષ, સપ્રતિદેશ કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) સીમંતક નરકાવાસ (૨) સમયક્ષેત્ર (૩) ઈષ~ાભારા પૃથ્વી.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં લોકગત સમાન વિસ્તારવાળી ત્રણ-ત્રણ વસ્તુનું જ્ઞાન કરાવ્યું છે. સન - સમાન. પ્રમાણની દષ્ટિએ એક લાખ યોજન પ્રમાણ કે પીસ્તાલીસ લાખ યોજન પ્રમાણ. સપgિ :- સપક્ષ. ઉપર નીચેની અપેક્ષાએ સીધાઈમાં હોય તેને સપક્ષ કહે છે. પિિહિં - સપ્રતિદિશ. સર્વ દિશાઓમાં વિદિશાઓમાં પણ એકદમ સીધાઈમાં હોય તેને સપ્રતિદિશ કહે છે.
લોકમાં એક–એક લાખ યોજનવાળી અને પિસ્તાલીસ લાખ યોજનવાળી વસ્તુઓ ચાર-ચાર છે છતાં ત્રીજા સ્થાનના કારણે અહીં ત્રણ-ત્રણ વસ્તુઓ કહી છે. આ જ શાસ્ત્રના ચોથા સ્થાનમાં તે ચારચાર પદાર્થનું કથન છે. વિશેષ વિવરણ માટે જુઓ સ્થાન ૪ ઉદ્દેશક ૩ સૂત્ર ૮૧-૮૨. સ્વાભાવિક જળ અને જળચરોથી વ્યાપ્ત સમુદ્ર :५९ तओ समुद्दा पगईए उदगरसा पण्णत्ता, तं जहा- कालोदे, पुक्खरोदे, सयंभु- रमणे । तओ समुद्दा बहुमच्छकच्छभाइण्णा पण्णत्ता, तं जहा- लवणे, कालोदे, सयंभुरमणे । ભાવાર્થ :- ત્રણ સમુદ્ર સ્વાભાવિક પાણીના સ્વાદવાળા કહ્યા છે, યથા– (૧) કાલોદ (૨) પુષ્કરોદ (૩) સ્વયંભૂરમણ સમુદ્ર.
ત્રણ સમુદ્ર ઘણા મત્સ્ય અને કાચબા આદિ જલચર જીવોથી વ્યાપ્ત છે, યથા– (૧) લવણોદ સમુદ્ર (૨) કાલોદ સમુદ્ર (૩) સ્વયંભૂરમણ સમુદ્ર.(અન્ય સમુદ્રોમાં જલચર જીવ અલ્પ પ્રમાણમાં છે). વિવેચન :
તિરછા લોકમાં અસંખ્ય સમુદ્ર છે, તે સમુદ્રોના પાણીનો સ્વાદ ભિન્ન ભિન્ન છે. તેમાંથી એક સમુદ્રના પાણીનો સ્વાદ દૂધ જેવો, એકનો ઘી જેવો, એકનો દારૂ જેવો અને એકનો મીઠા જેવો છે. સૂત્રોક્ત ત્રણ સમુદ્રોના પાણીનો સ્વાદ સ્વાભાવિક પાણી જેવો છે અને શેષ અસંખ્ય સમુદ્રોના પાણીનો સ્વાદ ઈશુરસ જેવો છે. સુશીલ અને નિઃશીલ રાજાઓની ગતિ :६० तओ लोगे णिस्सीला णिव्वया णिग्गुणा णिम्मेरा णिप्पच्चाक्खाणपोसहो