________________
[ ૧૮ ]
શ્રી ઠાણાંગ સૂત્ર-૧
ववासा काल मासे कालं किच्चा अहेसत्तमाए पुढवीए अप्पइट्ठाणे णरए णेरइयत्ताए उववज्जति, तं जहा- रायाणो, मंडलीया, जे य महारंभा कोडंबी । ભાવાર્થ :- લોકમાં ત્રણ પુરુષ શીલ રહિત, વ્રત રહિત, નિર્ગુણી, મર્યાદાહીન, પ્રત્યાખ્યાન અને પૌષધોપવાસથી રહિત હોય અને કાલના સમયે કાલ કરે તો સાતમી પૃથ્વીમાં અપ્રતિષ્ઠાન નરકાવાસમાં નારકીરૂપે ઉત્પન્ન થાય છે, યથા- (૧) રાજા(ચક્રવર્તી અને વાસુદેવ) (૨) માંડલિક રાજા (૩) મહારંભી ગૃહસ્થ. ६१ तओ लोए सुसीला सुव्वया सग्गुणा समेरा सपच्चक्खाण पोसहोववासा कालमासे कालं किच्चा सव्वट्ठसिद्धे विमाणे देवत्ताए उववत्तारो भवंति, तं जहा- रायाणो परिचत्तकामभोगा, सेणावई, पसत्थारो ।। ભાવાર્થ :- લોકમાં ત્રણ પુરુષ સુશીલ, સુવતી, સદ્ગણી, મર્યાદાયુક્ત, પ્રત્યાખ્યાન અને પૌષધ ઉપવાસથી યુક્ત હોય તથા તેઓ કામ–ભોગનો પરિત્યાગ કરી સર્વવિરત બન્યા હોય અને કાલના સમયે કાળ કરે તો સર્વાર્થસિદ્ધ નામના અનુત્તરવિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થાય છે, યથા– (૧) રાજા (ર) સેનાપતિ (૩) પ્રશાસ્તા. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં પ્રાપ્ત થયેલા ભોગોની આસક્ત વૃત્તિથી કરેલા ભોગવટાના નિકૃષ્ટ સ્થાન રૂપ સાતમી નરકમાં અને પુણ્ય વૃત્તિથી અનાસક્ત ભાવે કરેલા ભોગવટાના શ્રેષ્ઠ સ્થાનરૂપ સર્વાર્થસિદ્ધ મહાવિમાનમાં ઉત્પન્ન થતા જીવોનું કથન છે.
સાંઈઠમાં સૂત્રમાં લખો અને મંડલીયા બે શબ્દપ્રયોગ છે. તેમાં રાણો–રાજા શબ્દથી ચક્રવર્તી અને વાસુદેવને તથા મનીયા-માંડલીક શબ્દથી માંડલીક રાજાઓને ગ્રહણ કર્યા છે. આ રીતે ચક્રવર્તી, વાસુદેવ, માંડલીક રાજા, મહારંભી ગૃહસ્થ; આ પુરુષો જો જીવહિંસાદિ આશ્રવોમાં આસક્ત બની રહે અને દેશવિરત, સર્વવિરત ન બને, ત્રેતાદિ ગ્રહણ ન કરે તો આયુષ્ય પૂર્ણ કરી સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે.
અહીં સાતમી નારકનું કથન ઉત્કૃષ્ટની અપેક્ષાએ સમજવું જોઈએ. આસક્તિની તીવ્રતા મંદતા તથા આયુબંધ સમયના પરિણામોની તીવ્રતા મંદતાના કારણે સૂત્રોક્ત પુરુષો પ્રજ્ઞાપના સૂત્ર અનુસાર ગમે તે નરકમાં જાય છે.
પોરદાવવા :- સર્વાર્થ સિદ્ધ વિમાનમાં શ્રમણની જ ગતિ છે. શ્રમણોપાસકની ગતિ ૧૨ દેવલોક સુધી જ છે. તેથી અહીં પોષધોપવાસનું કથન શ્રમણોપાસક માટે નથી પરંતુ શ્રમણોની ઉપવાસ આદિ તપસ્યા માટે છે.