SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ - ૧૮૪ શ્રી ઠાણાગ સુત્ર-૧ આ સૂત્ર અક્ષરશઃ ભગવતી સૂત્ર શતક-૬, ઉદ્દેશક-૭ તથા સ્થાનાંગ સૂત્ર સ્થાન ૩, ૫ અને ૭ એમ અનેક જગ્યા છે. તે સર્વ સ્થલે આ શબ્દો માટે ભિન્નતાનું કારણ એ છે કે આ પાઠ ભેદ ટીકાકારની પૂર્વે જ રહ્યો છે. તો પણ યુવાચાર્ય મુનિશ્રી નથમલ સંપાદિત અને વિશ્વભારતી લાડનું પ્રકાશિત સ્થાનાંગ અને ભગવતી સૂત્રમાં એક પવિદ્ધ પદને જ રાખવાનો નિર્ણય કર્યો છે. નારકોની સ્થિતિ, વેદના આદિ :|५६ दोच्चाए णं सक्करप्पभाए पुढवीए रइयाणं उक्कोसेणं तिण्णि सागरोवमाई ठिई पण्णत्ता । तच्चाए णं वालुयप्पभाए पुढवीए णेरइयाणं जहण्णेणं तिण्णि सागरोवमाइं ठिई पण्णत्ता । पंचमाए णं धूमप्पभाए पुढवीए तिण्णि णिरयावाससयसहस्सा पण्णत्ता । तिसु णं पुढवीसु णेरइयाणं उसिणवेयणा पण्णत्ता, त जहा- पढमाए, दोच्चाए तच्चाए । तिसु णं पुढवीसु णेरइया उसिणवेयणं पच्चणुभवमाणा विहरंति, तंजहा- पढमाए, दोच्चाए, तच्चाए । ભાવાર્થ :- બીજી શર્કરા પ્રભા પથ્વીમાં નારકોની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ સાગરોપમની છે. ત્રીજી વાલુકાપ્રભા પૃથ્વીના નારકોની જઘન્ય સ્થિતિ ત્રણ સાગરોપમની છે. પાંચમી ધૂમપ્રભા પૃથ્વીમાં ત્રણ લાખ નરકાવાસ છે. પહેલી, બીજી અને ત્રીજી આ ત્રણ નરક પૃથ્વીના નારકીને ઉષ્ણ વેદના છે. પહેલી, બીજી અને ત્રીજી આ ત્રણ નરક પૃથ્વીના નારકી ઉષ્ણ વેદના વેદે છે. લોકની સમપ્રમાણવાળી વસ્તુઓ - ५७ तओ लोगे समा सपक्खि सपडिदिसिं पण्णत्ता, तं जहा- अप्पइट्ठाणे णरए, जंबुद्दीवे दीवे, सव्वट्ठसिद्धे विमाणे । ભાવાર્થ :- લોકમાં ત્રણ સ્થાન સમાન છે, સીધાઈમાં છે અને સર્વ દિશાઓમાં બરોબર સીધાઈમાં છે, તે આ પ્રમાણે છે– (૧) સાતમી પૃથ્વી(નરક)નો અપ્રતિષ્ઠાન નામનો નરકાવાસ (૨) જંબુદ્વીપ નામનો દીપ (૩) સર્વાર્થસિદ્ધ નામનું અનુત્તર વિમાન. ५८ तओ लोगे समा सपक्खि सपडिदिसिं पण्णत्ता, तं जहा- सीमंतए णं णरए, समयक्खेत्ते, ईसीपब्भारा पुढवी ।
SR No.008755
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorVirmatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages639
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy