________________
સ્થાન–૩ઃ ઉદ્દેશક-૧
જીવોની સ્થિતિ પૂર્ણ થઈ જવાથી ક્રમશઃ તે યોનિ મ્યાન થાય, ત્યાર પછી ક્રમશઃ વિસાભિમુખ થાય (ક્ષીણ થાય), ત્યાર પછી વિશેષ ક્ષીણ થાય, ત્યાર પછી ક્રમશઃ બીજ અબીજ થઈ જાય છે(ઊગવાની શક્તિ મંદ, મંદતમ થાય છે)અને ત્યાર પછી ક્રમશઃ યોનિવિચ્છેદ-પૂર્ણતઃ ઊગવાની શક્તિ સમાપ્ત થઈ જાય છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ધાન્યની યોનિનું કાળમાન દર્શાવ્યું છે. અહીં ધાન્યની યોનિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ત્રણ વર્ષ પર્યંતની કહી છે. તે ધાન્યના જીવોના આયુષ્યની અપેક્ષાએ કહી છે. જેમ મનુષ્યના કે યુગલિક મનુષ્યના શરીરથી જીવ નીકળી જાય પછી તે દેહના પુદ્ગલ મ્યાન થાય, ક્ષીણ થવાનો પ્રારંભ ચાય, ક્રમશઃ ક્ષીણ, વિશેષ ક્ષીણ થતાં અંતે તેનો સંપૂર્ણ વિચ્છેદ થઈ જાય, અંશમાત્ર હાડકાં શેષ રહે તેમ પ્રસ્તુત સૂત્રોકત સુરક્ષિત ધાન્ય ઉત્કૃષ્ટ ત્રણ વર્ષ સુધી સજીવ રહે છે. તે યોનિ સચિત્ત યોનિ કહેવાય છે. શેખપર :- આ સૂત્રમાં ત્રણ વર્ષની સ્થિતિ કહ્યા પછી પાંચવાર ોળપદું શબ્દનો પ્રયોગ સૂત્રકારે કર્યો છે. તેની પાછળનું વિશેષ તાત્પર્ય એ છે કે સામાન્ય અર્થ માટે તો એકવાર તેળપર શબ્દ પર્યાપ્ત હોય છે. ४भ तेणपरं जोणी पमिलायइ, पविद्धंसह, बीए अबीए भवइ जोणी वोच्छेए भवइ । આ પ્રકારના પ્રયોગનો સીધો સરળ અર્થ થઈ જાય કે ત્રણ વર્ષ પછી તે ધાન્ય અચિત્ત થઈ જાય અને તેની યોનિ પણ મ્લાન થઈ વિનાશ પામી બીજ અબીજતાને પ્રાપ્ત થઈ સર્વથા યોનિવિચ્છેદ થઈ જાય પરંતુ સૂત્રપાઠમાં પમિહાયજ્ઞ આદિ પાંચે ક્રિયાપદો સાથે તેળપર શબ્દનું પુનઃ પુનઃ ઉચ્ચારણ થયું છે. તેથી એ સ્પષ્ટ થાય છે કે ત્રણ વર્ષ પૂરા થતાં યોનિ અચિત્ત થઈ જાય છે અર્થાત્ તે અચિત્ત યોનિ બની જાય છે. તે અચિત્ત યોનિમાં પણ જીવ વિનાના પુદ્ગલ ક્ષીણ થતા જાય છે તેમાં ક્રમથી (૧) મ્લાનતા (૨) પછી ક્ષીણતા (૩) પછી વિશેષ ક્ષીણતા થાય છે.(અહીં સુધી ઊગવાની શક્તિ રહે છે.) (૪) પછી તે બીજ અબીજત્વને પ્રાપ્ત થાય(બહુલતાએ) (૫) પછી સર્વથા યોનિ વિચ્છેદ થાય છે અર્થાત્ તે પછી તે યોનિ પણ રહેતી નથી. આ રીતે સુરક્ષિત ધાન્ય ત્રણ વર્ષે અચિત્ત થયા પછી તેની યોનિનો વિનાશ કે સર્વથા વિચ્છેદ ક્રમિક થાય છે. તેમાં પણ કેટલાક વર્ષ પૂર્ણ થઈ જાય છે. અર્થાત ત્રણ વર્ષની સ્થિતિએ અચિત્ત થયેલા ધાન્ય ૫-૭ વરસ સુધી પણ અંકુરિત થાય છે. પ્રજ્ઞાપના સૂત્રમાં વનસ્પતિની અચિત્ત યોનિ પણ કહી જ છે તે કારણે ઉક્ત તાત્પર્ય સાથે કોઈપણ વિરોધ થતો નથી અને તેમાં પ્રત્યક્ષથી પણ વિરોધ થતો નથી.
૧૮૩
અહીં આયુષ્યની અપેક્ષાએ ત્રણ વર્ષ ઉત્કૃષ્ટ સમજવા પરંતુ ઊગવાની શક્તિનો વિનાશ તે પછી મિક સમજવો.
વિસરે વિશ્વભર :- આ બે શબ્દો માટે પ્રતોમાં ભિન્નતા જોવા મળે છે. કેટલીક પ્રતોમાં વિશ્વસ્તર છે તો કેટલીક પ્રતોમાં વિકલફ છે. જ્યારે કેટલીક પ્રતોમાં બંનેનો સ્વીકાર છે અને બંનેનો સ્વીકાર કરતાં શબ્દોનો વ્યુત્ક્રમ થયો છે અર્થાત્ વિદ્ધસક્ પહેલાં અને પશ્ચાત વિહંસફ પાઠ જોવા મળે છે. પરંતુ પહેલાં વિહંસક્ પદ અને પછી વિાંસરૂપદ હોવું જોઈએ