________________
[ ૧૮૨ ]
શ્રી ઠાણાગ સૂત્ર-૧
વાસુદેવને શલાકા પુરુષ કહેવાય છે.
TRવશે :- વંશના આલાપકમાં દશાર શબ્દથી બળદેવ વાસુદેવ બંનેનું ગ્રહણ કરવું. બળદેવ વાસુદેવ બંને ભાઈઓ જ હોય છે, તેથી આ ત્રીજા સ્થાનમાં બંનેને સાથે ગ્રહણ કરી ૧. અરિહંત, ૨. ચક્રવર્તી અને ૩. બળદેવ વાસુદેવ, એમ ત્રણ પ્રકારના ઉત્તમ પુરુષોના વંશ-કુળનું કથન છે. અહ૩યં :- ચોપન મહાપુરુષો નિરુપક્રમ આયુષ્યવાળા હોય છે, અકાળે મૃત્યુ પામતા નથી. તેઓ જેટલું આયુષ્ય બાંધીને આવ્યા હોય તેટલું આયુષ્ય અવશ્ય ભોગવે જ છે. તે સૂચવવા સૂત્રમાં પોતાનું સંપૂર્ણ આયુષ્ય ભોગવે છે" તેમ કહ્યું છે. મલ્ફિામીડર્ષ :- તીર્થકર વગેરે ચોપન મહાપુરુષો મધ્યમ આયુષ્યવાળા હોય છે અર્થાત્ તે કાલનું ઉત્કૃષ્ટ આયુષ્ય તે જીવોનું હોતું નથી. તે મહાપુરુષો ક્યારે ય વૃદ્ધાવસ્થા પ્રાપ્ત કરતા નથી. અગ્નિ અને વાયુના જીવોનું આયુષ્ય :|५४ बायरतेउकाइयाणं उक्कोसेणं तिण्णि राइंदियाई ठिई पण्णत्ता । बायरवाउ- काइयाणं उक्कोसेणं तिण्णि वाससहस्साई ठिई पण्णत्ता । ભાવાર્થ :- બાદર તેજસુકાયિક જીવોની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ દિવસ–રાતની છે. બાદર વાયુકાયિક જીવોની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ હજાર વર્ષની છે. ધાન્યોની યોનિનું કાલમાન :५५ अह भंते ! सालीणं वीहीणं गोधूमाणं जवाणं जवजवाणं, एएसि णं धण्णाणं कोट्ठाउत्ताणं पल्लाउत्ताणं मंचाउत्ताणं मालाउत्ताणं ओलित्ताणं लित्ताणं लंछियाणं मुद्दियाणं पिहियाणं केवइयं कालं जोणी संचिट्ठइ ?
जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं तिण्णि संवच्छराई । तेण परं जोणी पमिलायइ । तेण परं जोणी पविद्धंसइ । तेण परं जोणी विद्धंसइ । तेण परं बीए अबीए भवइ, तेण परं जोणीवोच्छेए पण्णत्ते । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! શાલિ, વ્રીહિ, ઘઊં, જવ, જુવાર આદિ ધાન્યને કોઠી, પલ્ય(ધાન્ય ભરવાના પાત્ર-વિશેષ), મંચ, મેડા વગેરેમાં ભરી ધાન્ય સુરક્ષિત રાખવા માટે તેના મુખ–દ્વાર ઉપર ઢાંકણું ઢાંકી, તેને લીંપીને, ચારે તરફ લીંપીને, રેખાદિથી ચિહ્નિત કરી, મુદ્રા-મ્હોર લગાવી, સારી રીતે બંધ કરી દીધું હોય, તો તેની યોનિ(સચિત્ત) કેટલા કાલ સુધી રહે છે?
ઉત્તર- જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ત્રણ વર્ષ સુધી તેની યોનિ(પૂર્ણ સ્વસ્થ) રહે છે. તત્પશ્ચાત્