________________
સ્થાન–૩: ઉદ્દેશક-૧
[ ૧૮૧]
હોય છે. ઉત્તમ પુરુષોના વંશ અને આયુ :५१ जंबुद्दीवे दीवे भरहेरवएसु वासेसु एगमेगाए ओसप्पिणि उस्सप्पिणीए तओ वंसाओ उप्पजिसु वा उप्पज्जति वा उप्पज्जिस्संति वा, तं जहा- अरहतवसे, चक्कवट्टिवसे, दसारवसे । एवं जाव पुक्खरवरदीवद्धपच्चत्थिमद्धे । ભાવાર્થ – જંબૂઢીપ નામના દ્વીપના ભરત અને ઐરવત ક્ષેત્રમાં પ્રત્યેક અવસર્પિણી અને ઉત્સર્પિણી કાળમાં ત્રણ વંશ ઉત્પન્ન થયા હતા, ઉત્પન્ન થાય છે અને ઉત્પન્ન થશે, યથા– (૧) અરિહંતવંશ (૨) ચક્રવર્તીવંશ (૩) દશારવંશ (વાસુદેવ).
તે જ રીતે ધાતકીખંડ તથા પુષ્કરાર્ધદ્વીપના પૂર્વાર્ધ અને પશ્ચિમાર્ધમાં ત્રણ વંશ ઉત્પન્ન થયા છે, ઉત્પન્ન થાય છે તથા ઉત્પન્ન થશે.
५२ जंबुद्दीवे दीवे भरहेरवएसु वासेसु एगमेगाए ओसप्पिणी उस्सप्पिणीए तओ उत्तम पुरिसा उप्पग्जिसु वा उप्पज्जति वा उप्पज्जिस्संति वा, तं जहा- अरहंता, चक्कवट्टी, बलदेववासुदेवा । एवं जाव पुक्खरवरदीवद्धपच्चत्थिमद्धे । ભાવાર્થ - જંબૂદ્વીપ નામના દ્વીપના ભરત અને ઐરવતમાં પ્રત્યેક અવસર્પિણી તથા ઉત્પસર્પિણીમાં ત્રણ પ્રકારના ઉત્તમ પુરુષ ઉત્પન્ન થયા હતા, થાય છે અને થશે, યથા– (૧) અરિહંત (૨) ચક્રવર્તી (૩) બળદેવ વાસુદેવ.
તેજ રીતે ધાતકીખંડ તથા પુષ્કરરાધના પૂર્વાર્ધ અને પશ્ચિમાર્ધમાં પણ ત્રણ પ્રકારના ઉત્તમ પુરુષની ઉત્પત્તિ જાણવી.
५३ तओ अहाउयं पालयंति, तं जहा- अरहंता, चक्कवट्टी, बलदेववासुदेवा । तओ मज्झिममाउयं पालयति, तं जहा- अरहता, चक्कवट्टी, बलदेववासुदेवा । ભાવાર્થ :- ત્રણ(ઉત્તમ)પુરુષ પોતાનું સંપૂર્ણ આયુષ્ય ભોગવે છે, યથા– (૧) અરિહંત (૨) ચક્રવર્તી (૩) બળદેવ વાસુદેવ.
ત્રણ ઉત્તમ પુરુષ પોત-પોતાના કાળનું મધ્યમ આયુષ્ય ભોગવે છે, યથા– (૧) અરિહંત (૨) ચક્રવર્તી (૩) બલદેવ વાસુદેવ. વિવેચન :શલાકા પુરુષ - શલાકા એટલે પ્રશંનીય, ઉત્તમ પુરુષ. અરિહંત (તીર્થકર),ચક્રવર્તી અને બળદેવ