________________
૧૮૦ ]
શ્રી ઠાણાગ સૂત્ર-૧
एवं धायइसंडे पुरत्थिमद्धे पच्चत्थिमद्धे वि । एवं पुक्खरवरदीवद्ध पुरथिमद्धे पच्चत्थिमद्धे वि कालो भाणियव्वो । ભાવાર્થ :- જંબુદ્વીપ નામના દ્વીપના ભરત અને ઐરાવત ક્ષેત્રમાં અતીત ઉત્સર્પિણીનો સુષમાં નામનો આરો ત્રણ ક્રોડાકોડી સાગરોપમનો હતો.
તે જ રીતે વર્તમાન અવસર્પિણીનો સુષમા નામનો આરો અને ભવિષ્યની ઉત્સર્પિણીના સુષમા આરા વિશે કથન કરવું અર્થાતુ તે આરો ત્રણ ક્રોડાક્રોડી સાગરોપમ પ્રમાણ જાણવો.
તે જ રીતે ધાતકી ખંડના પૂર્વાર્ધ, પશ્ચિમાર્ધ અને અર્ધ પુષ્કર દ્વીપના પૂર્વાર્ધ, પશ્ચિમાઈવિષે કથન કરવું. ५० जंबुद्दीवे दीवे भरहेरवएसु वासेसु तीयाए उस्सप्पिणीए सुसमसुसमाए समाए मणुया तिण्णि गाउयाई उड्टुं उच्चत्तेणं होत्था । तिण्णि पलिओवमाई परमाउं पालइत्था । एवं इमीसे ओसप्पिणीए, आगमिस्साए उस्सप्पिणीए ।
जंबुद्दीवे दीवे देवकुरुउत्तरकुरासु मणुया तिण्णि गाउयाई उड्टुं उच्चत्तेणं पण्णत्ता । तिण्णि पलिओवमाइ परमाउ पालयति । एवं जावपुक्खरवरदीवद्धपच्चत्थिमद्धे।
ભાવાર્થ :- જંબૂદ્વીપ નામના દ્વીપના ભરત અને ઐરાવતક્ષેત્રમાં અતીત ઉત્સર્પિણીના સુષમસુષમા નામના આરામાં મનુષ્યની ઊંચાઈ ત્રણ ગાઉની હતી અને ઉત્કૃષ્ટ આયુષ્ય ત્રણ પલ્યોપમનું હતું. તે જ રીતે આ વર્તમાન અવસર્પિણી અને આગામી ઉત્સર્પિણીમાં જાણવું.
જંબુદ્વીપ નામના દ્વીપના દેવકરુ અને ઉત્તરકુના મનુષ્યોની ઊંચાઈ ત્રણ ગાઉની અને ઉત્કૃષ્ટ આયુષ્ય ત્રણ પલ્યનું હોય છે. તે જ રીતે ધાતકીખંડ તથા પુષ્કરાર્ધદ્વીપના પૂર્વાર્ધ અને પશ્ચિમાર્ધમાં પણ ભરત, ઐરાવત તથા દેવકુ ઉત્તરકુરુના મનુષ્યો સંબંધી ઊંચાઈ અને સ્થિતિનું વર્ણન જાણવું.
વિવેચન :
(૧) અઢીદ્વીપના પાંચ ભરત પાંચ ઐરાવત ક્ષેત્રના ઉત્સર્પિણી અવસર્પિણી કાળનો 'સુષમ' નામનો આરો ત્રણ ક્રોડાકોડી સાગરોપમનો હોય છે. (૨) તે દશેય ક્ષેત્રના સુષમ સુષમા નામના આરાના મનુષ્યોનું તથા દેવકુ–ઉત્તરકુરુના મનુષ્યોનું આયુષ્ય ૩ પલ્યોપમનું અને તેઓની ઊંચાઈ ત્રણ ગાઉની હોય છે. ત્રીજું સ્થાન હોવાથી માત્ર ત્રણ સંખ્યા સૂચક સ્થિતિ–અવગાહનાઓ દર્શાવી છે.
આ સૂત્રમાં આરાના નામથી જ વર્ણન કર્યું છે પરંતુ આરાના ક્રમાંકનું કથન નથી. તેના ક્રમાંક આ રીતે સમજવા- ઉત્સર્પિણીકાલમાં સુષમ નામનો પાંચમો આરો અને સુષમ સુષમા નામનો છઠ્ઠો આરો હોય છે. જ્યારે અવસર્પિણીકાલમાં સુષમા નામનો બીજો આરો અને સુષમ સુષમા નામનો પહેલો આરો