________________
| સ્થાન-૩: ઉદ્દેશક-૧
| ૧૭૯ |
વનસ્પતિ જાતિનો સૂચક છે. તેથી અહીં સંપૂર્ણ બાદર વનસ્પતિની અપેક્ષાએ ત્રણ ભેદ સમજવા. અઢીદ્વીપમાં પ૧૦ તીર્થ :४८ जंबुद्दीवे दीवे भारहे वासे तओ तित्था पण्णत्ता, तं जहा- मागहे, वरदामे, पभासे । एवं एरवए वि ।।
जंबुद्दीवे दीवे महाविदेहे वासे एगमेगे चक्कवट्टिविजये तओ तित्था पण्णत्ता, तं जहा- मागहे, वरदामे, पभासे ।
एवं धायइसंडे दीवे पुरत्थिमद्धे वि पच्चत्थिमद्धे वि । पुक्खरवरदीवद्ध पुरथिमद्धे वि, पच्चत्थिमद्धे वि । ભાવાર્થ :- જેબૂદ્વીપ નામના દ્વીપના ભરતક્ષેત્રમાં ત્રણ તીર્થ છે, તે આ પ્રમાણે છે–(૧) માગધ (૨) વરદામ (૩) પ્રભાસ. તે જ રીતે ઐરાવત ક્ષેત્રમાં ત્રણ તીર્થ છે.
જંબૂદ્વીપ નામના દ્વીપના મહાવિદેહ ક્ષેત્રમાં એક-એક ચક્રવર્તીના વિજયખંડમાં ત્રણ-ત્રણ તીર્થ છે, તે આ પ્રમાણે છે– (૧) માગધ (૨) વરદામ (૩) પ્રભાસ.
આ જ રીતે ધાતકીખંડ અને પુષ્કરાર્ધદ્વીપના પૂર્વાર્ધ અને પશ્ચિમાર્ધમાં પણ ત્રણ ત્રણ તીર્થ જાણવા.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં મનુષ્ય ક્ષેત્રના સંપૂર્ણ તીર્થોનું કથન છે. અહીં કુલ ૫૧૦ તીર્થક્ષેત્ર દર્શાવ્યા છે. ૫૧૦ તીર્થ - પાંચ ભરત અને પાંચ ઐરાવત ક્ષેત્ર છે તે પ્રત્યેકમાં ત્રણ ત્રણ તીર્થ છે તેથી પ+૫૪૩ = ૩૦ તીર્થ. મહાવિદેહ ક્ષેત્ર પાંચ છે. તે પ્રત્યેકમાં ૩ર વિજય છે. પ્રત્યેક વિજયમાં ત્રણ ત્રણ તીર્થ છે. તેથી પ૪૩૨૩ = ૪૮૦ તીર્થ. આ રીતે ભરત ઐરાવતના ૩૦ તીર્થ અને મહાવિદેહના ૪૮૦ તીર્થ મળી કુલ ૫૧૦ તીર્થ મનુષ્ય ક્ષેત્રમાં(અઢીદ્વીપમાં) છે.
જબૂદ્વીપ વગેરેમાં આરાઓનું કાલમાન આદિ :४९ जंबुद्दीवे दीवे भरहेरवएसु वासेसु तीताए उस्सप्पिणीए सुसमाए समाए तिण्णि सागरोवमकोडाकोडीओ काले होत्था ।
एवं इमीसे ओसप्पिणीए जाव काले पण्णत्ते । एवं आगमिस्साए उस्सप्पिणीएजाव काले भविस्सइ ।