________________
શ્રી ઠાણાંગ સૂત્ર–૧
હોતી નથી. તેમાં એક એક યોનિ હોય છે. (૨) સચિત્તાદિ ત્રણે યોનિ નારકી દેવતા, મનુષ્ય તિર્યંચોમાં હોતી નથી તેમાં એક એક યોનિ હોય છે. (૩) સંવૃત્ત વિવૃત્ત આદિ ત્રણેય યોનિ એક પણ દંડકમાં નથી. પ્રત્યેક દંડકમાં આ ત્રણ યોનિમાંથી કોઈ એક જ હોય છે. (૪) કૂર્મોન્નતા આદિ ત્રણ યોનિનું વર્ણન સૂત્ર ભાવાર્થમાં સ્પષ્ટ છે.
૧૭૮
શંખાવર્તા યોનિ ઃ– સ્ત્રીરત્નની આ યોનિમાં જીવ આવીને ઉત્પન્ન થાય છે પરંતુ વિકાસ પામતા નથી અર્થાત્ ગર્ભમાં જ મરી જાય છે.
શીતયોનિ– જે ઉત્પત્તિસ્થાન શીત–ઠંડા સ્પર્શવાળું હોય તે. ઉષ્ણયોનિ− જે ઉત્પત્તિ સ્થાન ઉષ્ણ સ્પર્શવાળું હોય તે. શીતોષ્ણયોનિ– જે ઉત્પત્તિ સ્થાન શીતોષ્ણ સ્પર્શવાળું હોય તે. સચિત્તયોનિ— જે ઉત્પત્તિ સ્થાન જીવયુક્ત હોય તે. અચિત્તયોનિ– જે ઉત્પત્તિ સ્થાન જીવરહિત હોય તે. મિશ્રયોનિ— જે ઉત્પત્તિ સ્થાન જીવ અજીવથી મિશ્ર હોય તે. આ ત્રણેયનો બીજી રીતે પણ અર્થ થાય છે કે ઉત્પન્ન થતા જીવ જ્યાં પ્રારંભમાં અચિત્ત પુદ્ગલોનો આહાર કરે તો તે અચિત્ત યોનિ કહેવાય છે. જ્યાં સચિત્ત અને મિશ્ર પુદ્ગલોનો આહાર કરે તે ક્રમશઃ સચિત્ત અને મિશ્રયોનિ કહેવાય છે. સંવૃતયોનિ– જે ઉત્પત્તિ સ્થાન ઢાંકેલું હોય તે. વિવૃત યોનિ– જે ઉત્પત્તિ સ્થાન ખુલ્લું હોય તે. સંવૃત્ત વિવૃત્તયોનિ– જે ઉત્પત્તિસ્થાન કંઈક ઢાંકેલુ અને કંઈક ખુલ્લુ હોય તે.
તૃણ વનસ્પતિમાં જીવ સંખ્યા :
४७ तिविहा तणवणस्सइकाइया पण्णत्ता, તેં બહા- હેન્નનીવિયા, અક્ષલેખ- નાવિયા, અનંતનીવિયા |
ભાવાર્થ :- તૃણ વનસ્પતિકાયના ત્રણ પ્રકાર છે– (૧) સંખ્યાત જીવવાળા (૨) અસંખ્યાત જીવવાળા (૩) અનંત જીવવાળા.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં તૃણમાં જીવસંખ્યાનું નિદર્શન કર્યું છે. વનસ્પતિકાયના વૃક્ષાદિ બાર પ્રકારમાં તૃણ એ છઠ્ઠો પ્રકાર છે. ધ્રો, દાભ વગેરે અનેક પ્રકારના ઘાસને તૃણ કહેવાય છે. જીવ સંખ્યાની અપેક્ષાએ અહીં તૃણના ત્રણ પ્રકાર કહ્યા છે. તેનો બે પ્રકારે અર્થ થાય છે– (૧) તૃણ વનસ્પતિકાયની ત્રણ અવસ્થાઓ છે– પ્રથમ(પ્રારંભિક)અવસ્થામાં તેમાં અનંતજીવ હોય છે. બીજી મધ્યમ(લીલી)અવસ્થામાં અસંખ્ય જીવ હોય છે અને ત્રીજી અવસ્થામાં સંખ્યાત જીવ હોય છે. (૨) બીજી રીતે– વિવિધ પ્રકારના તૃણોમાંથી કેટલાક તૃણ પરિપૂર્ણ અવસ્થામાં અનંતજીવી હોય છે, કેટલાક અસંખ્યાત જીવી અને કેટલાક સંખ્યાત જીવી હોય છે.
તૃણ વનસ્પતિનો વિશાલ અર્થ :– વ્યાખ્યામાં સ્પષ્ટ કર્યું છે કે તૃણ–વનસ્પતિ શબ્દ અહીં સંપૂર્ણ બાદર