________________
સ્થાન–૩: ઉદ્દેશક-૧
૧૭૭
ભાવાર્થ :- યોનિ ત્રણ પ્રકારની છે, તે આ પ્રમાણે છે– (૧) સંવૃત્ત (૨) વિવૃત્ત (૩) સંવૃત્ત-વિવૃત્ત. ४६ तिविहा जोणी पण्णत्ता, तं जहा- कुम्मुण्णया, संखावत्ता, वंसीपत्तिया ।
कुम्मुण्णया णं जोणी उत्तमपुरिसमाऊणं । कुम्मुण्णयाए णं जोणिए तिविहा उत्तमपुरिसा गब्भं वक्कमंति, तं जहा- अरहंता, चक्कवट्टी, बलदेववासुदेवा।
संखावत्ता णं जोणी इत्थीरयणस्स । संखावत्ताए णं जोणीए बहवे जीवा य पोग्गला वक्कमति, विउक्कमति, चयति, उववज्जति णो चेव णं णिप्फजति ।
वंसीपत्तिया णं जोणी पिहुज्जणस्स । वंसीपत्तियाए णं जोणिए बहवे पिहुज्जणा गभंवक्कमंति ।। ભાવાર્થ :- યોનિ ત્રણ પ્રકારની છે, તે આ પ્રમાણે છે– (૧) કૂર્મોન્નતા(કાચબા જેવી ઉત્ત) યોનિ (૨) શંખાવર્તા- શંખની જેમ આવર્તવાળી યોનિ (૩) વંશી પત્રિકા(વંશીપત્રા)- વાંસના પાન જેવા આકારવાળી યોનિ. (૧) કુર્મોન્નતા યોનિ- ઉત્તમ પુરુષોની માતાઓની હોય છે. કુર્મોન્નતા યોનિમાં ત્રણ પ્રકારના ઉત્તમ પુરુષો ગર્ભમાં આવે છે, યથા- (૧) અરિહંત (૨) ચક્રવર્તી (૩) બલદેવ, વાસુદેવ. (૨) શંખાવર્તા યોનિ- ચક્રવર્તીના સ્ત્રીરત્નને હોય છે. શંખાવર્તા યોનિમાં ઘણા જીવ અને પુદ્ગલ ઉત્પન્ન થાય છે અને વિનષ્ટ થાય છે, સંગ્રહિત થાય છે, જીવ ઉત્પન્ન થાય છે પરંતુ નિષ્પન્ન થતાં નથી.
(૩) વંશી પત્રિકાયોનિ- સામાન્ય જનોની માતાને હોય છે. આ યોનિમાં અનેક સામાન્ય જન ગર્ભમાં આવે છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં બાર પ્રકારની યોનિનું વર્ણન છે. જીવોનું ઉત્પત્તિસ્થાન-યોનિનું વર્ણન તેના પ્રકારની અપેક્ષાએ કર્યું છે. યોનિ – જીવોના ઉત્પત્તિ સ્થાનને યોનિ કહે છે. અહીં પહેલાં બે સૂત્રોમાં યોનિના છ ભેદમાં ઉત્પત્તિ સ્થાન અને આહાર પુદ્ગલની અપેક્ષાએ કથન છે– સચિત્તાદિ ત્રણ તથા શીત આદિ ત્રણ. પછીના બે સૂત્રોમાં યોનિના છ ભેદ યોનિ સ્થાનની અવસ્થા, યોગ્યતાની અપેક્ષાએ કહ્યા છે.
ચોવીસ દંડકમાંથી જ્યાં ત્રણ યોનિ છે તેનું જ વર્ણન આ સુત્રોમાં છે. અવશેષ દંડકોમાં આ યોનિઓનું સ્પષ્ટીકરણ પ્રજ્ઞાપના સૂત્રના નવમા યોનિપદમાં છે.
(૧) શીત, ઉષ્ણાદિ ત્રણે યોનિ તેઉકાય અને નારકી, દેવતા, સંજ્ઞી તિર્યંચ તથા સંજ્ઞી મનુષ્યમાં