________________
૧૭૬ ]
શ્રી ઠાણાગ સૂત્ર-૧
(૩) કાયસુપ્રણિધાન. ४२ तिविहे दुप्पणिहाणे पण्णत्ते, तं जहा- मणदुप्पणिहाणे, वयदुप्पणिहाणे, कायपुप्पणिहाणे । एवं पंचिंदियाणं जाव वेमाणियाणं । ભાવાર્થ:- દુષ્પણિધાનના ત્રણ પ્રકાર છે, તે આ પ્રમાણે છે- (૧) મનદુષ્પણિધાન (૨) વચનદુષ્મણિધાન (૩) કાય દુપ્પણિધાન. તે પણ વૈમાનિક સુધીના સર્વ દંડકમાં પંચેન્દ્રિય જીવોને હોય છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સુપ્રણિધાન-દુષ્મણિધાનનું વિધાન છે. પ્રણિધાન :- ઉપયોગની એકાગ્રતાને પ્રણિધાન કહે છે. એકાગ્રતાનો ઉપયોગ સતુ-અસત્ , સમ્યકુઅસમ્યક બંને રીતે થઈ શકે છે. જીવના સંરક્ષણ આદિ શુભ વ્યાપાર રૂપ એકાગ્રતાને સુપ્રણિઘાન કહે છે. હિંસા આદિ અશુભ વ્યાપારરૂપ એકાગ્રતાને દુપ્પણિધાન કહે છે. એકાગ્રતા માનસિક, વાચિક અને કાયિક હોવાથી તેના ત્રણ ભેદ કહ્યા છે. એકેન્દ્રિય, વિકસેન્દ્રિયને ત્રણ પ્રણિધાનનો સભાવ નથી કારણ કે તેને ત્રણ યોગ નથી. તેથી તેને વર્જીને શેષ પંચેન્દ્રિય જીવોનું જ કથન સૂત્રમાં કર્યું છે. યોનિના ત્રણ-ત્રણ પ્રકાર :|४३ तिविहा जोणी पण्णत्ता, तं जहा- सीया, उसिणा, सीओसिणा । एवं एगिदियाणं विगलिंदियाणं तेउकाइयवज्जाणं संमुच्छिमपंचिंदियतिरिक्खजोणियाणं संमुच्छिममणुस्साण य । ભાવાર્થ :- યોનિ ત્રણ પ્રકારની છે, તે આ પ્રમાણે છે– (૧) શીતયોનિ (૨) ઉષ્ણયોનિ (૩) શીતોષ્ણ યોનિ. તેજસુકાયિક જીવોને છોડીને એકેન્દ્રિય, વિકસેન્દ્રિય, સંમૂર્છાિમ તિર્યંચ પંચેન્દ્રિય અને સંમૂર્છાિમ મનુષ્યને ત્રણ પ્રકારની યોનિ હોય છે. |४४ तिविहा जोणी पण्णत्ता, तं जहा- सचित्ता, अचित्ता, मीसिया । एवं ए गिदियाण विगलिंदियाणं समुच्छिम पचिंदिय तिरिक्ख जोणियाणं समुच्छिम मणुस्साण य । ભાવાર્થ :- યોનિ ત્રણ પ્રકારની છે, તે આ પ્રમાણે છે– (૧) સચિત્ત (૨) અચિત્ત (૩) મિશ્ર. એકેન્દ્રિય, વિકસેન્દ્રિય, સંમૂર્છાિમ તિર્યંચ પંચેન્દ્રિય અને સંમૂર્છાિમ મનુષ્યને ત્રણ પ્રકારની યોનિ હોય છે. ४५ तिविहा जोणी पण्णत्ता, तं जहा-संवुडा, वियडा, संवुडवियडा ।