________________
| સ્થાન–૩: ઉદ્દેશક-૧
[ ૧૭૩]
एवं छप्पि समाओ भाणियव्वाओ जाव सुसमसुसमा । ભાવાર્થ :- અવસર્પિણી ત્રણ પ્રકારની કહી છે, તે આ પ્રમાણે છે– (૧) ઉત્કૃષ્ટ (૨) મધ્યમ (૩) જઘન્ય. તે જ રીતે દુષમ દુષમ સુધી છ આરાના ત્રણ-ત્રણ પ્રકાર કહેવા જોઈએ.
ઉત્સર્પિણી ત્રણ પ્રકારે કહી છે, તે આ પ્રમાણે છે– (૧) ઉત્કૃષ્ટ (૨) મધ્યમ (૩) જઘન્ય. તે જ રીતે સુષમ સુષમ સુધીના છ આરાના ત્રણ ત્રણ પ્રકાર જાણવા.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં અવસર્પિણી, ઉત્સર્પિણી કાળના પ્રત્યેક આરા(વિભાગ)ના ત્રણ ત્રણ પ્રકાર દર્શાવ્યા છે.
ઉત્કૃષ્ટ કાલ :- અવસર્પિણી કાળનો પ્રારંભ કાલ અથવા તે આરાઓનો પ્રારંભકાલ.
મધ્યમ કાલઃ- ત્રણ પ્રકારે અર્થ થાય છે-(૧) અવસર્પિણીનો મધ્યકાલ ત્રીજા આરાના અંતને સમજવો (૨) આરાઓનો મધ્યકાલ તે આરાનો અર્ધો ભાગ વ્યતીત થયા પછીનો કાલ (૩) જઘન્ય ઉત્કૃષ્ટ સિવાયનો સર્વકાલ મધ્યમકાલ કહેવાય છે.
જઘન્ય કાલ - અવસર્પિણીનો અંતિમ કાલ કે તે તે આરાઓના અંતિમ કાલ.
અચ્છિન્ન પુદ્ગલ ચલિત થવાનાં કારણો - |३७ तिहिं ठाणेहिं अच्छिण्णे पोग्गले चलेज्जा, तं जहा- आहारिज्जमाणे वा पोग्गले चलेज्जा, विकुव्वमाणे वा पोग्गले चलेज्जा, ठाणाओ वा ठाण संकामिज्ज- माणे पोग्गले चलेज्जा । ભાવાર્થ :- અચ્છિન્ન પુદ્ગલ ત્રણ કારણથી ચલિત થાય છે, તે આ પ્રમાણે છે– (૧) જીવ દ્વારા આકૃષ્ટ થાય ત્યારે (૨) વિક્રિયમાણ હોય ત્યારે (૩) એક સ્થાનથી બીજા સ્થાને સંક્રમિત થાય ત્યારે ચલિત થાય છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સ્કંધરૂપ પુગલોના ચલિત થવાના કારણો પ્રગટ કર્યા છે. અછિન્ન પદગલ - સ્કંધ સાથે સંલગ્ન પુગલ પરમાણુઓ અછિન્ન પુદ્ગલ કહેવાય છે તેમજ તલવાર વગેરે કોઈપણ સાધન દ્વારા નહીં છેદાયેલ પુદ્ગલને અછિન્ન કહે છે.
(૧) તેવા પુદ્ગલને જીવ આહારાદિ રૂપે ગ્રહણ કરે ત્યારે તે જીવ દ્વારા આકર્ષિત થાય અને