________________
[ ૧૭૪ ]
શ્રી ઠાણાંગ સૂત્ર-૧
પોતાના સ્થાનેથી ચલિત થાય છે. (૨) વિક્રિયા કરવા રૂ૫ ક્રિયા દ્વારા, વિક્રિયાને આધીન થઈ તે પુદ્ગલ પોતાના સ્થાનેથી ચલિત થાય છે. (૩) એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જવામાં આવે અથવા જાય ત્યારે તે ચલિત થાય છે. ત્રીજા સ્થાનની અપેક્ષાએ આ ત્રણ પ્રકાર કહ્યા છે. તેમાં અન્ય પ્રકારોનો પણ સમાવેશ થઈ જાય છે. ચોવીસ દંડકમાં ઉપધિ અને પરિગ્રહ :
३८ तिविहे उवही पण्णत्ते, तं जहा- कम्मोवही, सरीरोवही, बाहिरभंडमत्तोवही। एवं असुरकुमाराणं भाणियव्वं । एवं एगिंदियणेरइयवज्ज जाव वेमाणियाणं।
__ अहवा तिविहे उवही पण्णत्ते, तं जहा- सचित्ते, अचित्ते, मीसए । एवं णेरइयाणं णिरंतरं जाव वेमाणियाणं । ભાવાર્થ :- ઉપધિના ત્રણ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) કર્મઉપધિ (૨) શરીરઉપધિ (૩) વસ્ત્રપાત્ર આદિ બાહા ઉપધિ. એકેન્દ્રિય અને નારકીને છોડીને અસુરકુમારથી વૈમાનિક સુધીના સર્વ દંડકોમાં આ ત્રણે પ્રકારની ઉપધિ હોય છે.
અથવા નારકીથી વૈમાનિક સુધીના સર્વ દંડકમાં ઉપધિના ત્રણ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– (૧) સચિત્ત (૨) અચિત્ત (૩) મિશ્ર. આ ત્રણ પ્રકારની ઉપધિ હોય છે. ३९ तिविहे परिग्गहे पण्णत्ते,तं जहा- कम्मपरिग्गहे, सरीरपरिग्गहे, बाहिरभंडमत्त परिग्गहे । एवं असुरकुमाराणं । एवं एगिदियणेरइवज्ज जाव वेमाणियाणं । ___ अहवा तिविहे परिग्गहे पण्णत्ते, तं जहा- सचित्ते, अचित्ते, मीसए । एवं णेरइयाणं णिरंतरं जाव वेमाणियाणं । ભાવાર્થ :- પરિગ્રહ ત્રણ પ્રકારના છે, તે આ પ્રમાણે છે– (૧) કર્મપરિગ્રહ (૨) શરીર પરિગ્રહ (૩) વસ્ત્ર–પાત્ર આદિ બાહ્ય પરિગ્રહ, એકેન્દ્રિય અને નારકીને છોડીને સર્વ દંડકોમાં ત્રણે પરિગ્રહ હોય છે
અથવા ત્રણ પ્રકારના પરિગ્રહ છે– સચિત્ત, અચિત્ત અને મિશ્ર. નારકીથી વૈમાનિક સુધીના સર્વ દંડકોમાં ઉક્ત ત્રણે પ્રકારના પરિગ્રહ હોય છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ઉપધિ, પરિગ્રહના પ્રકાર દર્શાવી, ૨૪ દંડકમાં કેટલી ઉપધિ અને પરિગ્રહ હોય છે તે દર્શાવ્યું છે. ઉપહિ - જે સાધનો દ્વારા જીવ સંસારમાં રહે છે તે ઉપધિ કહેવાય અને જીવન નિર્વાહના ઉપયોગી