________________
૧૭૨ ]
શ્રી ઠાણાગ સુત્ર-૧
ગોવાદિયા :- અહીં યોગનો અર્થ છે- મુનિની ચર્યા, સંયમાચાર. તેનું સમ્યક્ પ્રકારે પાલન તે યોગવહન કહેવાય છે. તે યોગને વહન કરનારની વૃત્તિને યોગવાહિતા કહે છે. ચિત્ત સમાધિની વિશિષ્ટ સાધના પણ યોગવહન કહેવાય છે.
તેનું તાત્પર્ય એ છે કે ત્રણ યોગમાં મન પ્રધાન છે. તેને સમ્યફ વહન કરવું. મન રૂપ દુષ્ટ ઘોડાને સમ્યક પ્રકારે જ્ઞાનરૂપી લગામથી કાબૂમાં રાખી તેના ઉપર સવાર થઈને રહેવું અને ગૌણ રૂપે વચન અને કાયારૂપ યોગને પણ સમ્યક પ્રવર્તાવવાને સમ્યક યોગવહન કહે છે. આ રીતે ત્રણે યોગને સમ્યક પ્રકારે વહન કરવાથી ઉત્તમ ચિત્ત સમાધિનું સર્જન થાય. વ્યવહારથી સમ્યક ચારિત્રાચારનું આરાધન અને નિશ્ચયથી ચિત્તસમાધિ, આત્મ સમાધિની સાધનામાં રહેવું તે યોગવહન કહેવાય અને સાધકની યોગવહન રૂ૫ આચારનિષ્ઠતા, ચારિત્રનિષ્ઠતા રૂપ મનોવૃત્તિને યોગવાહિતા કહે છે. એવી યોગવાહિતા ગુણથી સંપન્ન આત્મા અનાદિ અનંત અપાર સમુદ્રને પાર કરી જાય છે.
વ્યાખ્યા ગ્રંથોમાં બતાવ્યું છે કે શ્રુતજ્ઞાનના અધ્યયન પૂર્વે અધ્યેતાની યોગ્યતા તથા ચિત્તની એકાગ્રતાના અભ્યાસ માટે અને અપ્રમત્ત પ્રવૃત્તિશીલતાના અભ્યાસ માટે એક વિશિષ્ટ પ્રકારની વિધિપ્રવૃત્તિનું આચરણ રાત્રિ પ્રતિક્રમણ પછી પ્રથમ પ્રહર સુધી કરવામાં આવે છે, તેને યોગ વહન કહે છે. પ્રચલનમાં તેને જ યોગોહન કહે છે.
તે યોગોહનની દિવસ સંખ્યા પ્રત્યેક આગમશાસ્ત્રોના ઉપધાન રૂપ આયંબિલ તપની સંખ્યા અનુસાર હોય છે. યોગોહનની તે વિધિમાં દિવસે તપસ્યા, ધ્યાન, મૌન અને અભિગ્રહની પ્રમુખતાએ સમ્યક સંયમ આરાધના કરવામાં આવે અને રાત્રિમાં બે ત્રણ કલાક સુધી વંદના કાયોત્સર્ગ, સ્તુતિ, ધ્યાન વગેરે ક્રિયાઓ કરવામાં આવે છે. પ્રસ્તુત પ્રકરણમાં યોગ વહનનું તાત્પર્ય છે– સંયમાચારનું યથાર્થરૂપે પાલન. તેથી જીવ અનાદિ સંસારને પાર કરે છે.
ટીકાકાર શ્રી અભયદેવસૂરીએ અન્ય રીતે યોગવાહિતા બે પ્રકારની કહી છે– (૧) શ્રતોપધાન કારિતા- આગમનું અધ્યયન કરનાર મુનિ માટે વિશેષ પ્રકારની ચર્યા નિર્દિષ્ટ છે. જેમ કે અલ્પનિદ્રા, પહેલા બે પ્રહરમાં શ્રુત અને અર્થનો વારંવાર અભ્યાસ કરવો, અભ્યાસ કરાતા ગ્રંથને છોડી અન્ય ગ્રંથ તે સમયે ન વાંચવા, પહેલા અભ્યાસ કર્યો હોય તેને ન ભૂલવું. હાસ્ય, વિકથા, કલહ ન કરવા, શબ્દ જોરથી ન બોલતા ધીમે ધીમે બોલવા; કામ, ક્રોધાદિનો નિગ્રહ કરવો. પ્રત્યેક આગમ માટે નિશ્ચિત તપસ્યાવિધિનું પાલન કરવું વગેરે. (૨) સમાધિસ્થાપિતા- કામ ક્રોધાદિને ત્યાગી, ચિત્તને શાંતિ, સમાધિમાં સ્થાપવું.
અવસર્પિણી-ઉત્સર્પિણીના ત્રણ-ત્રણ પ્રકાર :३६ तिविहा ओसप्पिणी पण्णत्ता, तं जहा- उक्कोसा, मज्झिमा, जहण्णा । एवं छप्पि समाओ भाणियव्वाओ जाव दूसमदूसमा ।
तिविहा उस्सप्पिणी पण्णत्ता, तं जहा- उक्कोसा, मज्झिमा, जहण्णा ।