________________
| સ્થાન-૩: ઉદ્દેશક-૧
[ ૧૭૧ ]
ધર્મ માર્ગે વાળવાથી જ થાય છે અર્થાતુ તેઓના ઉપકારનો સંપૂર્ણતઃ બદલો એક જ પ્રકારે વાળી શકાય છે, જે કેવળી ભાષિત ધર્મ પમાડવાથી જ થાય છે. ઉપરોક્ત ત્રણે વ્યક્તિમાંથી માતાપિતા અને શેઠનો ઉપકાર એક ભવ પૂરતો સીમિત હોય છે જ્યારે ધર્માચાર્યનો ઉપકાર ભવોભવ સુધીનો હોય છે. અર્થાત્ તેઓની પ્રેરણાથી થયેલી ધર્મ સાધનાનું પરિણામ અનેક ભવ પર્યત રહે છે.
માપવા - સામાન્ય રૂપે ધર્મનું કથન કરી, પૂugવફા- ઉદાહરણ સહિત બોધ આપી, પરવત્તા- ભેદ-પ્રભેદ સહિત નિરૂપણ કરી, કાવા - ધર્મમાં સ્થાપિત કરી મટ્ટિસ – ભર્તા, સ્વામી, જરૂર સમયે આજીવિકામાં મદદ કરનાર, આધાર આપનાર ઉપકારી, ઊંચે લાવનાર.
સTI :- શતપાક તેલ. આ શબ્દના ચાર અર્થ થાય છે– (૧) સો ઔષધિઓના ક્વાથથી પકાવેલ. (૨) સો ઔષધિઓને એક સાથે પકાવેલ, (૩) સો વાર પકાવવામાં આવેલ, (૪) સો રૂપિયાની કિંમતથી પકાવેલ. પ્રથમ અર્થ વિશેષ પ્રચલિત છે. સદાક્તત્ત્વહિં - શતપાકની જેમ સહસપાક તેલના ચાર અર્થ સમજવા. થાપાસુદ્દે - સ્થાલી એટલે હાંડી, કુંડી, કડાઈ કે તપેલી. તેમાં પકાવવામાં આવેલ ભોજન. સંસારને પાર પામવાના ઉપાય :|३५ तिहिं ठाणेहिं संपण्णे अणगारे अणादीयं अणवदग्गंदीहमद्धं चाउरंत संसारकतारं वीईवएज्जा, तं जहा- अणिदाणयाए, दिट्ठिसंपण्णयाए, जोगवाहियाए । ભાવાર્થ :- ત્રણ ગુણોને ધારણ કરનાર અણગાર આ અનાદિ-અનંત, દીર્ઘકાલીન એવા ચાતુર્ગતિક સંસાર અટવીને પાર પામે છે, તે આ પ્રમાણે છે– (૧) અનિદાનતા- ભાોગપ્રાપ્તિ માટેના નિદાન રહિત (૨) દષ્ટિ સંપન્નતા- સમ્યગ્દર્શન સંપન્ન (૩) યોગવાહિતા- સ્વીકારેલ ચારિત્ર, તપનું સારી રીતે પાલન કરનાર.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં મુક્તિ પ્રાપ્તિમાં સહાયક ત્રણ ગુણોનું નિરૂપણ છે. ગળિયાણયા:- તપ-સંયમના ફળ રૂપે સ્વર્ગાદિ ભોગોની કામના નિદાન કહેવાય છે. એવા નિદાન ન કરવા તે અનિદાનતા છે. નિદાનથી ચારિત્ર મોહનીયનો બંધ થાય છે અને સંસાર વૃદ્ધિ પામે છે. નિદાન ન કરવાથી વ્યક્તિ સંસારનો પાર પામે છે.
ગથ :- દષ્ટિ એટલે સમ્યગ્દર્શન. જે વ્યક્તિ સમ્યગ્દર્શનથી સંપન્ન હોય તે દષ્ટિસંપન્ન કહેવાય.