SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦ ] શ્રી ઠાણાગ સૂત્ર-૧ अभिभूयं समाणं विमोएज्जा, तेणावि तस्स धम्मायरियस्स दुप्पडियारं भवइ । अहे णं से तं धम्मायरियं केवलिपण्णत्ताओ धम्माओ भटुं समाणं भुज्जोवि केवलिपण्णत्ते धम्मे आघवइत्ता पण्णवइत्ता परूवइत्ता ठावइत्ता भवइ, तेणामेव तस्स धम्मायरियस्स सुप्पडियारं भवइ समणाउसो ॥३॥ ભાવાર્થ :- હે આયુષ્યમાન્ શ્રમણ ! ત્રણના ઋણથી મુક્ત થવું દુશક્ય છે, તે આ પ્રમાણે છે– (૧) માતા-પિતા (૨) ઉપકારી સ્વામી (૩) ધર્માચાર્ય. કોઈ પુરુષ(પુત્ર) પોતાના માતા-પિતાને પ્રાતઃકાલે શતપાક અને સહસંપાક તેલથી માલિશ કરે, સુગંધિત ચૂર્ણથી ઉબટન કરે, સુગંધિત, શીતલ અને ઉષ્ણ જલથી સ્નાન કરાવે, સર્વ અલંકારોથી વિભૂષિત કરે, સ્થાલીપાક(તપેલીમાં પકાવેલ મનોજ્ઞ)શુદ્ધ ૧૮ પ્રકારના વ્યંજનથી યુક્ત ભોજન કરાવે, જીવન પર્યત પીઠ પર બેસાડી(કાવડમાં બેસાડી), તેઓનું વહન કરે તો પણ તે(પુત્ર) માતા-પિતાના ઋણથી મુક્ત થઈ શકતા નથી. હે આયુષ્યમાન્ શ્રમણ ! માતાપિતાને કેવળી પ્રજ્ઞપ્ત ધર્મ કહે, પ્રતિપાદન કરે કે પ્રરૂપણા કરે, ધર્મમાં સ્થાપિત કરે તો જ તે ઋણથી મુક્ત થઈ શકે. ll૧/l કોઈ ધનવાન, કોઈ દ્રરિદ્ર પુરુષને ધનાદિની મદદ કરી, તેનો સમુત્કર્ષ કરે અને ત્યાર પછી તે દરિદ્ર વિપુલ ભોગસામગ્રીથી સંપન્ન થઈ જાય છે અને તે ઉપકારક ધનાઢય વ્યક્તિ દરિદ્ર બની, સહાયની ઈચ્છાથી તેની પાસે આવે ત્યારે તે ભૂતપૂર્વ દરિદ્ર પોતાના સ્વામીને બધુ જ આપી દે તો પણ તે ઉપકારથી ઋણ મુક્ત થઈ શકતો નથી. હે આયુષ્યમાન્ શ્રમણો ! તેને કેવળી પ્રજ્ઞપ્તધર્મ કહે, પ્રતિપાદન કરે, પ્રરૂપણા કરે અને ધર્મમાં સ્થાપિત કરે તો તે પોષકના ઉપકારનો બદલો વાળી શકે છે. રા. કોઈ વ્યક્તિ તથારૂપના શ્રમણ માહણ પાસેથી એક પણ આર્ય ધાર્મિક સુવચન સાંભળી, હૃદયમાં ધારણ કરી, મરણ–સમયે મૃત્યુ પામી, કોઈ દેવલોકમાં દેવરૂપે ઉત્પન્ન થાય. કોઈ સમયે તે દેવ પોતાના ધર્માચાર્યને દુર્ભિક્ષવાળા દેશમાંથી સુભિક્ષવાળા દેશમાં લઈ જાય, જંગલમાંથી સારી વસ્તીમાં લઈ જાય અથવા દીર્ઘકાલીન રોગાતંકથી પીડિતને રોગમુક્ત કરે; તોપણ તે ધર્માચાર્યના ઋણમાંથી મુક્ત થઈ શકતો નથી. હે આયુષ્યમાનું શ્રમણો! તે ધર્માચાર્યના ઋણમાંથી મુક્ત ત્યારે જ થઈ શકે કે જો કદાચ તે ધમાચાર્ય કેવલી પ્રજ્ઞપ્ત ધર્મથી ભ્રષ્ટ થઈ ગયા હોય તો તેને કેવળી પ્રરૂપિત ધર્મ કહે, પ્રતિપાદન કરે, ધર્મ પ્રરૂપણા કરે, તેને સંબોધિત કરી ધર્મનું સ્વરૂપ સમજાવી કેવલી પ્રજ્ઞપ્ત ધર્મમાં સ્થિર કરે તો તે ધર્માચાર્યના ઉપકારનો બદલો વાળી શકે છે. all વિવેચન : પ્રસ્તુત સૂત્રમાં (૧) માતા-પિતા, (૨) ભર્તા– ઉપકારી સ્વામી, પોષક (૩) ધર્માચાર્ય; આ ત્રણેના ઉપકારનું મહત્ત્વ દર્શાવતાં તે દરેકના ઉપકારના ઋણથી મુક્ત થવાનો ઉપાય બતાવ્યો છે. પ્રસ્તુત સુત્રનું તાત્પર્ય એ છે કે ત્રણેયની સેવાભક્તિ, આદર-સમ્માન વગેરે ઉપકારના ઋણને ચુકવવાના માર્ગ છે, છતાં તેથી વ્યક્તિ આંશિકઋણથી મુક્ત થાય છે. સર્વથા ઋણથી મુક્તિ તો તેઓને
SR No.008755
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorVirmatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages639
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy