________________
શ્રી ઠાણાંગ સૂત્ર–૧
છે– (૧) અરિહંતોના જન્મ સમયે (૨) અરિહંતોની પ્રવ્રજ્યા સમયે (૩) અરિહંતોના કેવળજ્ઞાન મહિમા સમયે. તે જ રીતે દેવોત્કલિકા–પૃથ્વીપર (દેવોના ઝુંડ એકત્રિત થવા)અને દેવકોલાહલ વિષયમાં પણ આ ત્રણ કારણ જાણવા.
૧૬૮
३१ तिहिं ठाणेहिं देविंदा माणुसं लोगं हव्वमागच्छंति, तं जहा- अरहंतेहिं जायमाणेहिं, अरहंतेहि पव्वयमाणेहिं, अरहंताणं णाणुप्पायमहिमासु । एवं સામાળિયા, તાયત્તીસા, હોળપાતા લેવા, અન્વમહિલીઓ દેવીઓ, સિોવवण्णगा देवा, अणियाहिवई देवा, आयरक्खा देवा माणुसं लोगं हव्वमागच्छति । ભાવાર્થ :- ત્રણ કારણે દેવેન્દ્ર મનુષ્યલોકમાં આવે છે, તે આ પ્રમાણે છે– (૧) અરિહંતોના જન્મ સમયે (૨) અરિહંતોની દીક્ષા સમયે (૩) અરિહંતોના કેવળજ્ઞાન પ્રાપ્તિના મહિમા સમયે.
તે જ રીતે સામાનિક, ત્રાયત્રિંશક, લોકપાલ દેવ, અગ્રમહિષી દેવીઓ, ત્રણ પ્રકારની પરિષદના દેવો, સેનાના અધિપતિ દેવો તથા આત્મરક્ષક દેવ, આ સર્વે ત્રણ કારણે મનુષ્ય લોકમાં આવે છે.
| ३२ तिहिं ठाणेहिं देवा अब्भुट्ठिज्जा, तं जहा- अरहंतेहिं जायमाणेहिं जाव તું જેવ । વું આસગારૂં પતેા, સીહળાયું રેબ્ઝા, સેતુત્વેવ રેન્ઝા, चेइयरुक्खा चलेज्जा ।
ભાવાર્થ :- ત્રણ કારણે દેવ પોતાના સિંહાસન ઉપરથી તત્કાલ ઊભા થઈ જાય છે. અરિહંતોના જન્મ સમયે વગેરે પૂર્વવત્ જાણવું.
આ જ રીતે દેવોના આસનોનું ચલાયમાન થવું(અંગ સ્ફુરણ થવું), સિંહનાદ કરવો, ધજા ફરકાવવી, ચૈત્યવૃક્ષનું ચલિત થવું વગેરે અરિહંતના જન્માદિ ત્રણ કારણે થાય છે.
३३ तिहिं ठाणेहिं लोगंतिया देवा माणुसं लोगं हव्वमागच्छेज्जा, तं जहाअरहंतेहिं जायमाणेहिं, अरहंतेहिं पव्वयमाणेहिं, अरहंताणं णाणुप्पायमहिमासु ।
ભાવાર્થ :- ત્રણ કારણે લોકાંતિકદેવ તત્કાલ મનુષ્યલોકમાં આવે છે, યથા– (૧) અરિહંતોના જન્મ સમયે (૨) અરિહંતોની દીક્ષા સમયે (૩) અરિહંતોના કેવળજ્ઞાન પ્રાપ્તિના મહિમા સમયે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ધર્મનાયક તીર્થંકરો—અરિહંતોના પ્રકૃષ્ટ પુણ્યને પ્રદર્શિત કરેલ છે અને દેવોની દેવાધિદેવ પ્રત્યેની ભક્તિ પ્રદર્શિત કરી છે. તીર્થંકરોના જન્મ, દીક્ષા અને કેવળજ્ઞાન, આ ત્રણ સમયે દેવો મનુષ્યલોકમાં મહિમા ઉજવવા આવે છે. તે સમયે દેવોમાં કોલાહલ વગેરે ભિન્ન ભિન્ન ક્રિયાઓ થાય છે તેનું