________________
સ્થાન-૩: ઉદ્દેશક-૧
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં દેવની વિશિષ્ટ શક્તિ પ્રયોગના ત્રણ નિમિત્તનું કથન કર્યું છે. તે પ્રસંગોથી તેઓ ગાજવીજ કરે છે.
૧૬૭
ૠદ્વિ–વિમાન અને પરિવાર આદિનો વૈભવ. ધૃતિ– શરીર અને આભૂષણાદિની કાન્તિ, યશ– પ્રખ્યાતિ અથવા પ્રસિદ્ધિ, વીર્ય–આત્મિક શક્તિ, બલ–શારીરિક શક્તિ, પુરુષાકાર પરાક્રમ– પુરુષાર્થ. લોકમાં અંધકાર ઉધોત થવાના કારણો ઃ
२८ तहिं ठाणेहिं लोगंधयारे सिया, तं जहा- अरहंतेहिं वोच्छिज्जमाणेहिं, अरहंतपण्णत्ते धम्मे वोच्छिज्जमाणे, पुव्वगए वोच्छिज्जमाणे ।
तिहिं ठाणेहिं लोगुज्जोए सिया, तं जहा - अरहंतेहिं जायमाणेहिं, अरहंतेहिं पव्वयमाणेहिं, अरहंताणं णाणुप्पायमहिमासु ।
ભાવાર્થ :ત્રણ કારણે લોકમાં અંધકાર ફેલાય છે, તે આ પ્રમાણે છે– (૧) અરિહંત ભગવાનના નિર્વાણ સમયે, (૨) અરિહંત પ્રજ્ઞપ્ત ધર્મના વિચ્છેદ સમયે (૩) ચૌદપૂર્વગત શ્રુતના વિચ્છેદ સમયે.
ત્રણ કારણે લોકમાં ઉદ્યોત(પ્રકાશ) થાય છે, તે આ પ્રમાણે છે– (૧) અરિહંત(તીર્થંકર)ના જન્મ સમયે, (૨) તીર્થંકરોની દીક્ષા સમયે, (૩) તીર્થંકરોના કેવળજ્ઞાન પ્રાપ્તિના મહિમા સમયે.
२९ तिहिं ठाणेहिं देवंधयारे सिया, तं जहा - अरहंतेहिं वोच्छिज्जमाणेहिं, अरहंत - पण्णत्ते धम्मे वोच्छिज्जमाणे, पुव्वगए वोच्छिज्जमाणे ।
तिहिं ठाणेहिं देवुज्जोए सिया, तं जहा अरहंतेहिं जायमाणेहिं, अरहंतेहिं पव्वयमाणेहिं, अरहंताणं णाणुप्पायमहिमासु ।
ભાવાર્થ :- ત્રણ કારણે દેવલોકમાં અંધકાર ફેલાય છે, તે આ પ્રમાણે છે– (૧) અરિહંત ભગવાનના નિર્વાણ સમયે (૨) અરિહંત પ્રજ્ઞપ્તધર્મના વિચ્છેદ સમયે (૩) ચૌદપૂર્વગત શ્રુતના વિચ્છેદ સમયે.
ત્રણ કારણે દેવલોકમાં પ્રકાશ થાય છે, તે આ પ્રમાણે છે– (૧) અરિહંતોના જન્મ સમયે (૨) અરિહંતોની દીક્ષા સમયે (૩) અરિહંતોના કેવળજ્ઞાન પ્રાપ્તિના મહિમા સમયે.
३० तिहिं ठाणेहिं देवसण्णिवाए सिया, तं जहा - अरहंतेहिं जायमाणेहिं, अरहंतेहिं पव्वयमाणेहिं, अरहंताणं णाणुप्पायमहिमासु । एवं देवुक्कलिया, देवकहकहए । ભાવાર્થ :ત્રણ કારણે દેવસન્નિપાત(દેવોનું પૃથ્વી પર સમૂહ રૂપે ઊતરવું)થાય છે, તે આ પ્રમાણે