________________
[ ૧s |
શ્રી ઠાણાંગ સત્ર-૧
તારા ખરવાના ત્રણ કારણ :२६ तिहिं ठाणेहिं तारारूवे चलेज्जा,तं जहा- विकुव्वमाणे वा, परियारेमाणे वा, ठाणाओ वा ठाणं संकममाणे तारारूवे चलेज्जा । ભાવાર્થ :- ત્રણ કારણોથી તારા ચલિત થાય છે અર્થાત્ તારા ચાલતા દેખાય છે, યથા– (૧) આકાશમાં ઊંચે દેવો વૈક્રિય રૂ૫ કરે ત્યારે (૨) દેવો પરિચાર–સંચરણ કરે ત્યારે (૩) તારાના વિમાન એક સ્થાનથી બીજા સ્થાને સંક્રમણ કરે ત્યારે.
વિવેચન :
મનુષ્ય લોકમાં જેમ આતશબાજીમાં વિવિધ પ્રકારે તારા ચમકતા, ખરતા હોય તેવો આભાસ થાય છે તેમ દેવોની આકાશમાં થતી વિવિધ પ્રક્રિયાઓથી આપણને તારા ખરતા, ચાલતા દેખાય છે. સૂત્રમાં તેના ત્રણ પ્રકાર દર્શાવ્યા છે. અન્ય પ્રકારોનો પણ તેમાં સમાવેશ થઈ જાય છે.
પરિવારમાળે - પરિચાર = 'પરિ' ઉપસર્ગ યુક્ત 'ચર' ધાતુના વિવિધ અર્થ થાય છે, યથા– સંચરણ કરવું, પરિચર્યા–સેવાસુશ્રુષા કરવી વગેરે. દેવોની મૈથુન સેવનની ક્રિયા માટે પણ આગમમાં પરિવારઃ શબ્દનો પ્રયોગ થાય છે. પ્રસ્તુત સુત્રમાં અર્ધમાગધી કોશના આધારે પરિવારના નો સંચરણ કરવાનો અર્થ સ્વીકાર કર્યો છે.
દેવો દ્વારા ગાજવીજ કરવાના ત્રણ-ત્રણ કારણ :२७ तिहिं ठाणेहिं देवे विज्जुयारं करेज्जा, तं जहा- विकुव्वमाणे वा, परियारेमाणे वा, तहारूवस्स समणस्स वा माहणस्स वा इड्डिं जुइं जसं बलं वीरियं पुरिस- क्कारपरक्कम उवदंसेमाणे देवे विज्जुयारं करेज्जा ।
तिहिं ठाणेहिं देवे थणियसदं करेज्जा, तं जहा- विकुव्वमाणे वा, एवं जहा विज्जुयारे तहेव थणियसई पि । ભાવાર્થ :- ત્રણ કારણોથી દેવ વિધુ–કાશ કરે છે, યથા– (૧) વૈક્રિયરૂપ કરે ત્યારે (૨) પરિચારસંચરણ કરે ત્યારે (૩) તથારૂપના શ્રમણ માહણને પોતાની ઋદ્ધિ, ધુતિ, યશ, બળ, વીર્ય, પુરુષકાર પરાક્રમ બતાવવા હોય ત્યારે.
ત્રણ કારણે દેવ સ્વનિત શબ્દો–મેઘ જેવી ગર્જના કરે છે, યથા– (૧) વૈક્રિય શરીર કરે ત્યારે ઈત્યાદિ કારણો વિધુત્રકાશ માટે કહ્યાં તે પ્રમાણે સ્વનિત શબ્દો–મેઘગર્જના માટે પણ સમજવા.