________________
સ્થાન–૩: ઉદ્દેશક-૧
[ ૧૫ |
कण्हलेसा, णीललेसा, काउलेसा । एवं जाव थणियकुमाराणं । एवं पुढविकाइयाणं आउ- वणस्सइकाइयाणवि ।
तेउकाइयाणं वाउकाइयाणं बेइंदियाणं तेइंदियाणं चउरिदियाण वितओ लेस्सा, जहा रइयाणं ।। ___पंचिदियतिरिक्खजोणियाणं तओ लेसाओ संकिलिट्ठाओ पण्णत्ताओ, तं जहा- कण्हलेसा, णीललेसा, काउलेसा ।
पंचिंदियतिरिक्खजोणियाणं तओ लेसाओ असंकिलिट्ठाओ पण्णत्ताओ, तं जहा- तेउलेसा, पम्हलेसा, सुक्कलेसा । एवं मणुस्साण वि । वाणमंतराणं जहा असुरकुमाराणं । वेमाणियाणं तओ लेस्साओ पण्णत्ताओ, तं जहातेउलेसा, पम्हलेसा सुक्कलेसा । ભાવાર્થ :- નારકીમાં ત્રણ લેશ્યા છે, યથા– (૧) કૃષ્ણ (૨) નીલ (૩) કાપોત.
અસુરકુમારમાં અશુભ ત્રણ લેશ્યા છે, યથા– (૧) કૃષ્ણ (૨) નીલ (૩) કાપોત. તે જ રીતે સ્વનિત કુમાર સુધીના ભવનપતિ દેવોનું કથન જાણવું. પૃથ્વી, પાણી, વનસ્પતિમાં ત્રણ અશુભ લેશ્યા છે, યથા- કૃષ્ણ, નીલ અને કાપોત.
અગ્નિ, વાયુ અને ત્રણ વિકસેન્દ્રિયમાં નારકીની જેમ ત્રણ લેશ્યા છે. પંચેન્દ્રિય તિર્યગ્લોનિક જીવોમાં ત્રણ અશુભલેશ્યા છે, યથા– (૧) કૃષ્ણ (૨) નીલ (૩) કાપોત.
પંચેન્દ્રિય તિર્યગ્લોનિક જીવોમાં ત્રણ શુભ લેશ્યા છે, યથા– (૧) તેજો (૨) પદ્મ (૩) શુકલ. તે જ રીતે મનુષ્યમાં ત્રણ અશુભ લેશ્યા અને ત્રણ શુભ લેશ્યા છે. વાણવ્યંતરોમાં અસુરકુમારની જેમ ત્રણ અશુભ લેશ્યા છે. વૈમાનિક દેવોમાં ત્રણ શુભ લેશ્યા છે, યથા– (૧) તેજો (૨) પદ્મ (૩) શુકલ. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ચોવીસ દંડકમાં ત્રણ-ત્રણ વેશ્યાનું નિરૂપણ કર્યું છે. ભવનપતિ, વાણવ્યંતરમાં ચાર વેશ્યા હોય છે, પરંતુ આ ત્રીજું સ્થાન હોવાથી સંકિલષ્ટ' વિશેષણ આપી ત્રણ અશુભ લેચ્છા દર્શાવી છે. પૃથ્વી, પાણી, વનસ્પતિના અપર્યાપ્તામાં તેજો વેશ્યા સંભવે છે પણ સંક્લિષ્ટ વિશેષણ આપી તેમાં પણ ત્રણ અશુભ લેશ્યાનું કથન કર્યું છે. તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યમાં છ લેશ્યા હોય છે પરંતુ ત્રણ શુભ-ત્રણ અશુભ, એમ કથન કર્યું છે. આ રીતે ત્રીજા સ્થાનમાં ત્રણનું કથન કરવા સૂત્રકારે આ પદ્ધતિ અપનાવી છે. જ્યોતિષીઓમાં એક તેજોવેશ્યા જ હોવાથી સૂત્રકારે તેનું કથન કર્યું નથી. નારકી, તેઉ–વાયુ અને વિકસેન્દ્રિયોમાં ત્રણ લેશ્યા જ હોય છે તેથી તેનું શુભ અશુભ વગેરે વિશેષણ વિના સામાન્ય રીતે જ કથન છે.