________________
૧૬૪ ]
શ્રી ઠાણાગ સૂત્ર-૧
મનુષ્ય નપુંસક.
તિર્યગ્લોનિક નપુંસક ત્રણ પ્રકારના છે, યથા– (૧) જલચર (૨) સ્થલચર (૩) ખેચર.
મનુષ્યનપુંસક ત્રણ પ્રકારના છે, યથા– (૧) કર્મભૂમિજ (૨) અકર્મભૂમિ (૩) અંતર્લીપજ. २४ तिविहा तिरिक्खजोणिया पण्णत्ता, तं जहा- इत्थी, पुरिसा, णपुंसगा। ભાવાર્થ – તિર્યંચયોનિક ત્રણ પ્રકારના છે, યથા- (૧) સ્ત્રી (૨) પુરુષ (૩) નપુંસક. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં સ્ત્રી, પુરુષ અને નપુંસકના ત્રણ ત્રણ પ્રકારનું કથન છે. દેવગતિમાં સ્ત્રીવેદ અને પુરુષવેદ બે વેદ છે, નપુંસક વેદ નથી અને નરકગતિમાં એક નપુંસક વેદ જ હોય છે. તેથી સ્ત્રી, પુરુષ અને નપુંસક વેદના ગતિની અપેક્ષાએ ત્રણ ત્રણ પ્રકાર થાય છે.
તિર્યંચમાં સ્ત્રી, પુરુષ અને નપુંસકના ત્રણ પ્રકાર છે, તેમાં ઉરપરિસર્પ અને ભુજપરિસર્પનો સમાવેશ સ્થલચરમાં કર્યો છે. મનુષ્યમાં ક્ષેત્રની અપેક્ષાએ સ્ત્રી આદિ ત્રણ પ્રકાર કહ્યા છે. તેમાં અકર્મભૂમિ અને અંતરદ્વીપ ક્ષેત્રમાં નપુંસકનું કથન સંમૂર્છાિમ મનુષ્યોની અપેક્ષાએ સમજવું જોઈએ.
સૂત્ર ૨૪માં સામાન્ય રીતે તિર્યંચ માત્રના ત્રણ ભેદ કહ્યા છે. તેમાં એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધી સર્વ તિર્યંચોનો સમાવેશ છે. કર્મભૂમિજ– જ્યાં અસિ, મસિ અને કૃષિ ત્રણ પ્રકારના વ્યાપારથી જીવન વ્યવહાર ચાલે તે કર્મભૂમિ અને તે ક્ષેત્રમાં જન્મેલ પુરુષને કર્મભૂમિજ પુરુષ, સ્ત્રીને કર્મભૂમિજા સ્ત્રી અને નપુંસકને કર્મભૂમિજ નપુંસક કહે છે. અકર્મભૂમિજ– જ્યાં ઉપરોક્ત ત્રણ પ્રકારના વ્યાપાર વિના પ્રાકૃતિક પદાર્થોથી અને કલ્પવૃક્ષોથી જીવન વ્યવહાર ચાલે તેને અકર્મભૂમિ ક્ષેત્ર કહે છે. તે ક્ષેત્રમાં જન્મેલા પુરુષ આદિને અકર્મભૂમિ કહે છે. અંતર્લીપજ- લવણ સમુદ્રમાં યુગલિક મનુષ્યના જે દ્વીપ છે તેને અંતર્લીપ કહે છે, તેમાં જન્મેલ પુરુષ આદિને અંતર્લીપજ કહે છે.
દંડકોમાં ત્રણ-ત્રણ વેશ્યા :२५ णेरइयाणं तओ लेसाओ पण्णत्ताओ, तं जहा- कण्हलेसा, णीललेसा, काउलेसा।
असुरकुमाराणं तओ लेसाओ संकिलिट्ठाओ पण्णत्ताओ, तं जहा