________________
| સ્થાન–૩: ઉદ્દેશક-૧
[ ૧૬૧ ]
પશુ-પક્ષીઓના ત્રણ ત્રણ પ્રકાર :| १९ तिविहा मच्छा पण्णत्ता, तं जहा- अंडया, पोयया, संमुच्छिमा । अडया मच्छा तिविहा पण्णत्ता, तं जहा- इत्थी, पुरिसा, णपुंसगा । पोयया मच्छा तिविहा पण्णत्ता, तं जहा- इत्थी, पुरिसा, णपुंसगा । ભાવાર્થ :- મત્સ્ય ત્રણ પ્રકારના છે, યથા– (૧) અંડજ (૨) પોતજ (૩) સંમૂર્છાિમ. અંડજ મત્સ્ય ત્રણ પ્રકારના છે, યથા– (૧) સ્ત્રી (૨) પુરુષ (૩) નપુંસક. પોતજ મત્સ્ય ત્રણ પ્રકાર છે, યથા– (૧) સ્ત્રી (૨) પુરુષ (૩) નપુંસક. २० तिविहा पक्खी पण्णत्ता, तं जहा- अंडया, पोयया, संमुच्छिमा । अंडया पक्खी तिविहा पण्णत्ता, तं जहा- इत्थी, पुरिसा, णपुंसगा । पोयया पक्खी तिविहा पण्णत्ता, तं जहा- इत्थी पुरिसा, णपुंसगा । ___ एवं एएणं अभिलावेणं उरपरिसप्पा वि भाणियव्वा । भुजपरिसप्पा वि एवं चेव । ભાવાર્થ :- પક્ષી ત્રણ પ્રકારના છે, યથા- (૧) અંડજ (૨) પોતજ (૩) સંમૂર્છાિમ. અંડજ પક્ષી ત્રણ પ્રકારના છે, યથા- (૧) સ્ત્રી (૨) પુરુષ (૩) નપુંસક. પોતજ પક્ષી ત્રણ પ્રકારના છે, યથા– (૧) સ્ત્રી (૨) પુરુષ (૩) નપુંસક.
તે જ રીતે ઉરપરિસર્પ અને ભુજપરિસર્પનું કથન કરવું. વિવેચન :
પ્રસ્તુત સુત્રોમાં પાંચ પ્રકારના તિર્યંચ પંચેન્દ્રિયમાંથી ચાર પ્રકારના તિર્યંચ પંચેન્દ્રિય જીવોની વિવિધ અપેક્ષાએ ત્રણ ત્રણ ભેદે વિચારણા કરવામાં આવી છે.
તિર્યંચ પંચેન્દ્રિયના પાંચ પ્રકાર :- જલચર જળમાં ચાલે તે મત્સ્ય, મગર વગેરે. સ્થલચર ભૂમિ પર ચાલે તે ગાય, ભેંસ આદિ. ઉરપરિસર્પ- છાતી અથવા પેટથી સરકીને ચાલે તે સર્પ, અજગર વગેરે. ભજપરિસર્પ– ભજાના બળથી ચાલે તે ઊંદર, નોળિયો આદિ. ખેચર- આકાશમાં ઉડે તે કબૂતર વગેરે પક્ષી.
આ પાંચ ભેદોમાંથી ચાર ભેદોમાં અંડજ, પોતજ અને સંમૂર્છાિમ રૂપે ત્રણ ભેદ થાય છે. સ્થલચર ચતુષ્પદમાં અંડજ હોતા નથી. તેથી પ્રસ્તુત સૂત્રોમાં સ્થલચર ચતુષ્પદના ભેદ પ્રભેદ કહ્યા નથી.
પ્રસ્તુત સૂત્રોમાં મસ્યથી જલચર અને પક્ષીથી ખેચરને કહ્યા છે. તિર્યંચ પંચેન્દ્રિયમાં ગર્ભજ