________________
| ૧૦ |
શ્રી ઠાણાંગ સૂત્ર-૧
वासुदेवा । मज्झिमपुरिसा तिविहा पण्णत्ता, तं जहा- उग्गा, भोगा, राइण्णा । जहण्णपुरिसा तिविहा पण्णत्ता, तं जहा- दासा, भयगा, भाइल्लगा । ભાવાર્થ :- પુરુષ ત્રણ પ્રકારના છે, તે આ પ્રમાણે છે– (૧) નામપુરુષ (૨) સ્થાપના પુરુષ (૩) દ્રવ્ય પુરુષ. પુરુષ ત્રણ પ્રકારના છે, તે આ પ્રમાણે છે- (૧) જ્ઞાનપુરુષ (૨) દર્શનપુરુષ (૩) ચારિત્રપુરુષ. પુરુષ ત્રણ પ્રકારના છે, તે આ પ્રમાણે છે– (૧) વેદપુરુષ (૨) ચિહ્નપુરુષ (૩) અભિલાષ્ય પુરુષ.
પુરુષ ત્રણ પ્રકારના છે, તે આ પ્રમાણે છે- (૧) ઉત્તમપુરુષ (૨) મધ્યમપુરુષ (૩) જઘન્ય પુરુષ. ઉત્તમ પુરુષ ત્રણ પ્રકારના છે, તે આ પ્રમાણે છે– (૧) ધર્મપુરુષ (૨) ભોગપુરુષ (૩) કર્મપુરુષ. અરિહંત ધર્મપુરુષ, ચક્રવર્તી ભોગપુરુષ અને વાસુદેવ કર્મપુરુષ છે. મધ્યમ પુરુષ ત્રણ પ્રકારના છે, તે આ પ્રમાણે છે– (૧) ઉગ્ર (૨) ભોગ (૩) રાજન્ય. જઘન્ય પુરુષ ત્રણ પ્રકારના છે, તે આ પ્રમાણે છે– (૧) દાસ (૨) મૃતક (૩) ભાગિક. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ભિન્ન-ભિન્ન દૃષ્ટિકોણથી પુરુષનું નિરૂપણ કર્યું છે.
નામપુરુષ- સજીવનિર્જીવ વસ્તુનું પુરુષ એવું નામ રાખવું. સ્થાપના પુરુષ- સાકાર કેનિરાકાર પદાર્થમાં 'આ પુરુષ છે' તેવી સ્થાપના કરવી. દ્રવ્ય પુરુષ– ભવિષ્યમાં પુરુષ પર્યાયને પ્રાપ્ત કરવાના હોય, ભૂતકાળમાં પુરુષ પર્યાય પ્રાપ્ત કરી હોય તે અથવા પુરુષ સંબંધી જ્ઞાનથી સંપન્ન પણ અનુપયુક્ત વ્યક્તિ .
જ્ઞાનાદિ પુરુષ– જ્ઞાન દર્શન ચારિત્રની પ્રધાનતાવાળા અથવા વિશિષ્ટ જ્ઞાનાદિ યુક્ત પુરુષ જ્ઞાનપુરુષ વગેરે કહેવાય છે.
વેદપુરુષ- પુરુષવેદ મોહનીય કર્મના ઉદયથી પુરુષ સંબંધી મનોવિકારનો અનુભવ કરનાર. ચિલ પુરુષ– દાઢી-મૂછ વગેરે પુરુષ ચિતથી યુક્ત અથવા ચિહ્ન એટલે વેષ, પુરુષ વેષધારી સ્ત્રી વગેરે. અભિલાખ પુરુષ- ઘડો, આત્મા વગેરે પુલિંગવાચી શબ્દો.
ઉગ્ર પુરુષ પ્રજાનું રક્ષણ કરનાર અથવા ઉગ્રવંશીય પુરુષ. ભોગપુરુષ– કુલગુરુ, પુરોહિત અથવા ભોગવંશી પુરુષ તેમજ મધ્યમ વર્ગના વ્યાપારી આદિ પુરુષો. રાજન્ય પુરુષ- રાજાના મિત્ર સ્થાનીય પુરુષો.
દાસ- મૂલ્ય આપી ખરીદેલા સેવકો. ભૂતક– પગાર લઈ કામ કરનારા. ભાગિક- ખેતી, વાડી વગેરે કાર્યના પગારની જગ્યાએ એક બે પ્રતિશત ભાગ લઈ કામ કરનારા. વ્યાપારમાં સમાન અધિકાર ધરાવનારા અને સમાન ભાગ લેનારા ભાગીદાર કહેવાય છે. તેને અહીં ભાગિક શબ્દથી જઘન્ય પુરુષ ન સમજવા. તેઓનો સમાવેશ મધ્યમ પુરુષોમાં થાય છે.