________________
૧૨
શ્રી ઠાણાંગ સૂત્ર–૧
અને સંમૂર્ચ્છિમ એમ બે પ્રકારના જન્મ હોય છે.
સમુચ્છિમા(સમૂર્ણિમ) ઃ- અગર્ભજ જન્મ. ગર્ભધારણ વિધિથી જેનો વિકાસ ન થાય પણ અલ્પ સમયમાં જેના શરીરનો વિકાસ થઈ જાય, તેવા પંચેન્દ્રિય જળચર, પશુ—પક્ષી આદિ 'સંમૂર્ચ્છિમ' કહેવાય છે. તે લોકના જે સ્થળમાં ઉત્પન્ન થાય ત્યાં પુદ્ગલ સમૂહને આકૃષ્ટ કરી પોતાના દેહની, મૂર્ચ્છના– શારીરિક અવયવોની રચના કરી લે છે. તે સ્થળ સચિત્ત અચિત્ત અને મિશ્ર ત્રણે પ્રકારના હોય છે અને તેથી જ સંમૂર્ચ્છિમ જીવો અચિત્ત કલેવરમાં, સચિત્ત શરીરમાં કે જલીય, સ્થલીય મિશ્ર સ્થાનમાં ઉત્પન્ન થઈ શકે છે. તેમજ ગર્ભજ મનુષ્ય અને તિર્યંચના પેટમાં પણ તથા પ્રકારના પુદ્ગલ સંયોગે ઉત્પન્ન થઈ શકે છે. આ રીતે સંમૂર્છિમ જીવોમાં ઉત્પત્તિની અત્યધિક વિવિધતા જોવા મળે છે. આ સંમૂર્ચ્છિમ જીવો અસંશી છે અને તેઓને મન હોતું નથી.
અંડજ– ઈંડામાં પરિપક્વ થઈ યથા સમયે જેનો જન્મ થાય તે મોર, કબૂતર વગેરે અંડજ કહેવાય છે. પોતજ–પોત અર્થાત્ ચર્મરૂપ થેલી. પોતથી ઉત્પન્ન થનારા પોતજ કહેવાય છે, જેમ કે હાથી, ચામાચીડિયા વગેરે. (An animal which is born covered up by skin. e.g. an elephant etc.)
અંડજ, પોતજ ભેદવાળા જીવ ગર્ભજ કહેવાય છે, તે માતાપિતાના સંયોગથી ઉત્પન્ન થાય અને તેઓનો વિકાસ ગર્ભાધાન વિધિથી ક્રમિક થાય છે.
પ્રસ્તુત સ્થાનમાં ત્રણ સંખ્યાનો સંગ્રહ હોવાથી જરાયુજ જન્મને પોતજ જન્મમાં સમાવિષ્ટ કરી અંડજ, પોતજ અને સંમૂર્ચ્છિમ ત્રણ ભેદ કહ્યા છે.
જરાયુજ– ગર્ભને જર વીંટળાયેલ હોય છે. જે જન્મ સમયે બાળકને ઢાંકી રાખે છે, તે જરાયુ(ઓર)ની સાથે જે ઉત્પન્ન થાય તેને જરાયુજ કહેવાય છે, જેમ કે ગાય, ભેંસ આદિ. (Born from the womb; viviparous. e.g. cow etc.)
સંમૂર્છિમ જન્મવાળાને નપુંસકવેદ જ હોય છે તેથી તેના ત્રણ ભેદ કર્યા નથી. અંડજ, પોતજ બે ભેદના જ ત્રણ-ત્રણ પ્રભેદ કર્યા છે.
ઉત્તરાધ્યયન સૂત્રમાં તિર્યંચ પંચેન્દ્રિયના પાંચ ભેદોનો ક્રમ આ પ્રમાણે છે– (૧) જલચર (૨) ચતુષ્પદ (૩) ભુજપરિસર્પ (૪) ઉરપરિસર્પ (૫) ખેચર. પ્રસ્તુત સૂત્રમાં ત્રણ ભેદોના કથનની મુખ્યતાએ અક્રમિક વર્ણન છે, યથા- જલચર (૨) ખેચર (૩) ઉરપરિસર્પ (૪) ભુજપરિસર્પ સ્થલચર તિર્યંચ
પંચેન્દ્રિય.
સ્ત્રી, પુરુષ, નપુંસકના ત્રણ-ત્રણ પ્રકાર :
२१ तिविहाओ इत्थीओ पण्णत्ताओ, तं जहा - तिरिक्खजोणित्थीओ, मणुस्सित्थीओ देवित्थओ |