________________
૧૫૮ ]
શ્રી ઠાણાગ સૂત્ર-૧
કેટલાક વચનથી ગર્તા કરે છે (૩) કેટલાક કાયાથી ગર્તા કરે છે.
અથવા (૧) કેટલાક લાંબાકાળ સુધી ગહ કરે છે (૨) કેટલાક અલ્પકાળ સુધી ગહ કરે છે (૩) કેટલાક પાપકર્મથી પોતાની જાતને જ દૂર રાખે છે. અર્થાત્ પાપકર્મ કરતા જ નથી. |१६ तिविहे पच्चक्खाणे पण्णत्ते, तं जहा- मणसा वेगे पच्चक्खाइ, वयसा वेगे पच्चक्खाइ, कायसा वेगे पच्चक्खाइ पावाणं कम्माणं अकरणयाए ।
अहवा पच्चक्खाणे तिविहे पण्णत्ते,तं जहा-दीहंपेगे अद्ध पच्चक्खाइ, रहस्संपेगे अद्धं पच्चक्खाइ, कायंपेगे पडिसाहरइ पावाणं कम्माणं अकरणयाए । ભાવાર્થ :- પ્રત્યાખ્યાનના ત્રણ પ્રકાર કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) કેટલાક મનથી પ્રત્યાખ્યાન કરે છે (૨) કેટલાક વચનથી પ્રત્યાખ્યાન કરે છે (૩) કેટલાક કાયાથી પ્રત્યાખ્યાન કરે છે.
અથવા (૧) કેટલાક દીર્ઘકાળ સુધી પાપકર્મના પ્રત્યાખ્યાન કરે છે. (૨) કેટલાક અલ્પકાળ સુધી પાપકર્મના પ્રત્યાખ્યાન કરે છે. (૩) કેટલાક લોકો કાયનિરોધ કરી પાપકર્મના પ્રત્યાખ્યાન કરે છે અર્થાત્ પાપકર્મ કરતા જ નથી.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ભૂતકાળમાં થયેલ પાપોના સ્વીકાર રૂ૫ ગહ અને તેને ન કરવાના નિશ્ચય સાથે કરવામાં આવતા પ્રત્યાખ્યાનનું નિરૂપણ છે.
બીજા સ્થાનમાં બે પ્રકારની ગહ અને બે પ્રકારના પ્રત્યાખ્યાન કહ્યા છે. અહીં ત્રણ પ્રકારની ગર્તા અને ત્રણ પ્રકારના પ્રત્યાખ્યાન કહ્યા છે. તેમાં પ્રથમના બે પ્રકાર બીજા સ્થાન પ્રમાણે જ છે.
સૂત્રકારે અહીં ગહનો એક મહત્ત્વપૂર્ણ ત્રીજો પ્રકાર નિદર્શિત કર્યો છે, તે છે કાયાનું પ્રતિ સહરણ.' તેનો અર્થ છે અકરણીય કાર્યમાં ફરી પ્રવૃત્ત ન થવું. આ ત્રીજો ભેદ ગહના પ્રાણ સ્વરૂપ છે. તેનાથી ગહનું મહત્ત્વ બહુ વધી જાય છે. આ સૂત્રનું તાત્પર્ય એ છે કે ગહ ત્રણે પ્રકારે થાય છે, છતાં તેમાં માત્ર મનમાં જ ગહ કરી લે તેનું મહત્ત્વ અલ્પ છે. વચનથી ભાવોને પ્રગટ કરવા રૂપ વચન ગહનું મહત્ત્વ કંઈક અંશે વધી જાય છે. ગર્તામૂલક તે દૂષિત આચરણનો સદા માટે ત્યાગ કરવો તે અતિ મહત્ત્વશીલ છે. જો આ ત્રણેયનો સુમેળ થઈ જાય તો સાધકનો આત્મા અત્યંત ઉજ્જવળ થઈ જાય છે.
ગહ કર્યા પછી સાધક તે પાપકર્મ ન કરવા રૂપ પ્રત્યાખ્યાન કરે છે. તેથી અહીં ગહની જેમ તેના પણ ત્રણ પ્રકાર કહ્યા છે.
આ રીતે ગહ દ્વારા અતીતકાલીન પાપોનો પશ્ચાત્તાપ અને પ્રત્યાખ્યાન દ્વારા અનાગત પાપોનો સંવર થાય છે. તેથી તે બંને સાધનાના મહત્ત્વશીલ અંગ છે.