________________
સ્થાન-૩: ઉદ્દેશક-૧
અગુપ્તિ ત્રણ પ્રકારની કહી છે, તે આ પ્રમાણે છે– (૧) મનઅગુપ્તિ (૨) વચનઅગુપ્તિ (૩) કાયઅગુપ્તિ. નારકીથી સ્તનિતકુમાર સુધી, તિર્યંચ પંચેન્દ્રિય, અસંયત મનુષ્ય, વાણવ્યંતર, જ્યોતિષી, વૈમાનિક, આ સર્વમાં ત્રણે અગુપ્તિ હોય છે.
વિવેચન :
૧૫૭
પ્રસ્તુત સૂત્રમાં ગુપ્તિવાન અને અગુપ્તિવાન જીવોનું સ્પષ્ટીકરણ કર્યું છે.
ગુપ્તિ :– ગુપ્તિનો અર્થ છે રક્ષા. મન, વચન, કાયાની અકુશલ પ્રવૃત્તિઓથી આત્માની રક્ષા અને તેમનું કુશલ પ્રવૃત્તિઓમાં નિયોજન તે ગુપ્તિ. અશુભ, અકુશલ મન, વચન કાયાનું નિયંત્રણ કરી તેને શુભમાં પ્રવૃત્ત કરવાને ગુપ્તિ કહે છે. આ ત્રણ પ્રકારની ગુપ્તિ સંયમી, વિરતિયુક્ત મનુષ્યમાં જ સંભવે છે. અન્ય કોઈ દંડકમાં સંભવ નથી. માટે સૂત્રમાં દંડકોનું કથન ન કરતાં માત્ર સંયત મનુષ્યનું કથન કર્યું છે.
અગુપ્તિ -- નારકી, દેવ, તિર્યંચ પંચેન્દ્રિય અને અસંયમી મનુષ્યમાં ત્રણ અગુપ્તિ છે. એકેન્દ્રિય, વિક્લેન્દ્રિયને ત્રણે યોગ નથી, તેથી ત્રણ અગુપ્તિના કથનમાં સૂત્રકારે તેનો ઉલ્લેખ કર્યો નથી. મનુષ્યમાં અસંયમીનો ઉલ્લેખ કર્યો છે. તેથી સંયમી મનુષ્યમાં અગુપ્તિનો નિષેધ કર્યો છે.
દંડના ત્રણ પ્રકાર :
૬૪ તો ઠંડા પળત્તા, તં નહીં- મળવડે, વવું, જાયવુડે ।
ઘેરયાળ તેઓ ટૂંકા પળત્તા, તં નહા- મળવડે, વવડે, જાયવંદે । विगलिंदियवज्जं जाव वेमाणियाणं ।
ભાવાર્થ :- દંડ ત્રણ પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) મનદંડ (૨) વચનદંડ (૩) કાયદંડ. નારકીમાં ત્રણ દંડ કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) મનદંડ (૨) વચનદંડ (૩) કાયદંડ. વિકલેન્દ્રિય જીવોને છોડીને વૈમાનિક સુધીના શેષ સર્વ દંડકોમાં ત્રણ દંડ છે.
અતીત ગર્ભા, અનાગત પ્રત્યાખ્યાન :
१५ तिविहा गरहा पण्णत्ता, तं जहा- मणसा वेगे गरहइ, वयसा वेगे गरहइ, कायसा वेगे गरहइ पावाणं कम्माणं अकरणयाए ।
अहवा गरहा तिविहा पण्णत्ता, तं जहा- दीहंपेगे अद्धं गरहइ, रहस्संपेगे अद्धं गरहइ, कायंपेगे पडिसाहरइ पावाणं कम्माणं अकरणयाए । ભાવાર્થ :– ગર્હા ત્રણ પ્રકારની કહી છે, તે આ પ્રમાણે છે– (૧) કેટલાક મનથી ગર્હા કરે છે (૨)