________________
[ ૧૫૬ ]
શ્રી ઠાણાંગ સત્ર-૧
છે. પ્રાણાતિપાત, મૃષાવાદ આદિ કારણે અલ્પાયુષ્યનો બંધ થાય છે. તારંવં સમM વા
:- તથા૫ = સંયમ સાધનાને અનુરૂપ વેષના ધારક, માંદપ = પૂર્ણ અહિંસક શ્રમણને અથવા અહિંસાના ઉપદેશક શ્રમણને. 'મા' શબ્દ અહીં શ્રમણના પર્યાય અર્થમાં કે વિશેષણ રૂપમાં પ્રયુક્ત છે. તેવા શ્રમણોને અપ્રાસુક = સજીવ, અનેષણીય = અગ્રાહ્ય ખાદ્યપદાર્થ, પેયપદાર્થ વગેરે આપે તો અલ્પાયુષ્ય બંધાય. તેથી વિપરીત પ્રાસુક = અચિત્ત અને એષણીય = ગ્રાહ્ય આહારાદિ આપવાથી દીર્ધાયુષ્ય બંધાય છે.
પ્રાણાતિપાતાદિના સેવનથી તથા શ્રમણની અવહેલના, નિંદા, અવજ્ઞા તિરસ્કાર, અપમાન કરી, દુર્ભાવનાથી કોઈ અમનોશ, વિરસ આહાર આપે તો તેને અશુભ દીર્ધાયુષ્યનો બંધ થાય છે અને કોઈ વ્યક્તિ હિંસા, જૂઠનો ત્યાગ કરી, શ્રમણોને વંદન, નમસ્કાર, સન્માનાદિ પૂર્વક મનોજ્ઞ આહાર આપે તો તેને શુભ દીર્ધાયુષ્યનો બંધ થાય છે. સાર - આ ચાર સૂત્રોમાં જૈન શ્રમણોને આહાર દાન આપતા દાતાના આયુષ્ય બંધને અનુલક્ષીને બે પ્રકારે પ્રતિફળ દર્શાવ્યા છે– (૧) સામાન્ય રીતે પ્રથમસૂત્રમાં સદોષ આહાર દાનનું પ્રતિફળ અલ્પાયુ કહ્યું છે અને બીજા સૂત્રમાં નિર્દોષ આહાર દાનનું પ્રતિફળ દીર્ધાયુ કહ્યું છે (૨) વિશેષ અપેક્ષાએ ત્રીજા સૂત્રમાં અશુભ પરિણામોથી નરસી વસ્તુના દાનનું પ્રતિફળ અશુભ દીર્ધાયુ કહ્યું છે અને ચોથા સૂત્રમાં શુભ પરિણામથી સારી વસ્તુના દાનનું પ્રતિફળ શુભ દીર્ધાયુ કહ્યું છે.
આ રીતે પ્રથમના બે સૂત્રોમાં વસ્તુની સદોષતા નિર્દોષતા લક્ષિત છે. જ્યારે પછીના બે સૂત્રોમાં વસ્તુ અને વિચારોની તથા વ્યવહારની સુંદરતા અસુંદરતા લક્ષિત છે.
આ સૂત્રોના આધારે જ "સાધુ મુનિરાજોને સદોષ આહાર પહેરાવનાર વ્યક્તિ ગર્ભમાં કટકા કટકા થઈને મરે છે" વગેરે પ્રરૂપણા કરવામાં આવે છે. પરંતુ સૂત્રમાં આ પ્રકારના શબ્દોનો પ્રયોગ જણાતો નથી તેમ સ્પષ્ટ દેખાય છે. માટે શબ્દોનો પ્રયોગ વિવેકથી કરવો ઉચિત ગણાય. ગુપ્તિ અને અગુપ્તિના ત્રણ-ત્રણ પ્રકાર :१३ तओ गुत्तीओ पण्णत्ताओ, तं जहा- मणगुत्ती, वइगुत्ती, कायगुत्ती । संजयमणुस्साणं तओ गुत्तीओ पण्णत्ताओ, तं जहा- मणगुत्ती, वइगुत्ती, कायगुत्ती ।
तओ अगुत्तीओ पण्णत्ताओ, तं जहा- मणअगुत्ती, वइअगुत्ती, कायअगुत्ती । एवं णेरइयाणं जाव थणियकुमाराणं पंचिंदियतिरिक्खजोणियाणं असंजयमणुस्साणं वाणमंतराणं जोइसियाणं वेमाणियाणं । ભાવાર્થ - ગુપ્તિ ત્રણ પ્રકારની છે, તે આ પ્રમાણે છે– (૧) મનગુપ્તિ (૨) વચનગુપ્તિ (૩) કાયગુપ્તિ. સંયત મનુષ્યને ત્રણ ગુપ્તિ હોય છે, તે આ પ્રમાણે છે– (૧) મનોગુપ્તિ (૨) વચનગુપ્તિ (૩) કાયગુપ્તિ.