________________
સ્થાન–૩: ઉદ્દેશક-૧
[ ૧૫૩]
विगलिंदियवज्जं जाव वेमाणियाणं ।
तिविहे करणे पण्णत्ते, तं जहा- संरंभकरणे, समारंभकरणे, आरंभकरणे । णिरंतरं जाव वेमाणियाणं ।
ભાવાર્થ :- કરણ ત્રણ પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) મન કરણ (૨) વચન કરણ (૩) કાય કરણ. વિકલેન્દ્રિયને છોડીને વૈમાનિક પર્યંતના શેષ સર્વ દંડકોમાં ત્રણ કરણ હોય છે.
કરણ ત્રણ પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) સંરંભ કરણ (૨) સમારંભ કરણ (૩) આરંભ કરણ. આ ત્રણે કરણ વૈમાનિક સુધીના સર્વ દંડકોમાં હોય છે.
વિવેચન :
પ્રસ્તુત સુત્રમાં યોગ, પ્રયોગ અને કરણના માધ્યમથી જીવની વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓનો ઉલ્લેખ છે.
યોગ:- આ શબ્દના બે અર્થ છે– (૧) સંબંધાર્થક 'યુજ' ધાતુથી નિષ્પન્ન યોગનો અર્થ છે 'પ્રવૃત્તિ.' (૨) સમાધ્યર્થક 'યુજ' ધાતુથી નિષ્પન્ન 'યોગ'નો અર્થ છે સમાધિ.
કર્મશાસ્ત્રીય પરિભાષાનુસાર વીર્યાન્તરાય કર્મના ક્ષય તથા ક્ષયોપશમથી પ્રગટ થતી જીવની શક્તિ અથવા વીર્યને યોગ કહે છે. અન્ય અપેક્ષાએ (૧) જીવ અને શરીરના સાહચર્યથી ઉત્પન્ન થતી શક્તિ યોગ કહેવાય છે. (૨) આત્મપ્રદેશના પરિસ્પંદનને પણ યોગ કહે છે. આ પરિસ્પંદન મન, વચન અને કાયાના નિમિત્તે થાય છે. પ્રસ્તુત સૂત્રમાં પ્રવૃત્તિ અર્થમાં યોગ શબ્દ પ્રયુક્ત છે. જીવની મુખ્ય ત્રણ પ્રવૃત્તિ હોય છે– કાયિક પ્રવૃત્તિ, વાચિક પ્રવૃત્તિ અને માનસિક પ્રવૃત્તિ.
પ્રયોગ :- આ શબ્દના બે પ્રકારે અર્થ થાય છે– (૧) પ્રયોજન વિશેષથી મન, વચન, કાયાનો વિશેષ વ્યાપાર. (૨) જે યોગની પ્રમુખતાએ આત્માનો ઉપયોગ હોય તે પ્રયોગ કહેવાય.
કરણ - મન, વચન, કાયાની પ્રવૃત્તિને યોગ કહે છે. તે યોગના પુનઃ ત્રણ પ્રકાર છે તેને કરણ કહે છે અર્થાતુ તે યોગ પ્રવૃત્તિ ત્રણ પ્રકારે થાય છે– (૧) સ્વયં કાયાથી કરવી (૨) બીજા દ્વારા વચનથી કરાવવી (૩) સ્વતઃ કરનારની મનથી અનુમોદના કરવી, તેને કરણ કહે છે.
વૃત્તિકારે યોગ, પ્રયોગ, કરણને એકાર્થક કહ્યા છે તેમ છતાં શબ્દભેદથી કંઈક અર્થભેદ થાય તે સ્વાભાવિક છે. અહીં તે ત્રણેના ત્રણ સુત્ર જુદા જુદા કહ્યા છે. તેથી પણ કંઈક ભિન્નતા સ્વીકારવી યોગ્ય છે. વિશેષતા એ છે કે ભગવતી સૂત્રમાં યોગના ૧૫ ભેદ કહ્યા છે. તે જ ૧૫ ભેદ પ્રજ્ઞાપનામાં પ્રયોગના નામથી કહ્યા છે અને તે જ આવશ્યક સૂત્રમાં કરણના નામથી નિર્દિષ્ટ છે. આ રીતે સ્ત્ર પ્રમાણથી આ ત્રણેય શબ્દોની અનેકાર્થતા તથા એકાર્થતા બંને સિદ્ધ થાય છે.