________________
૧૫૪ |
શ્રી ઠાણાગ સૂત્ર-૧
બીજી રીતે ત્રણ કરણ – (૧) સરંભ– પૃથ્વીકાય વગેરેની ઘાતનો સંકલ્પ કરવો, જીવના વિષયમાં મનને કલુષિત કરવું. (૨) સમારંભ- પૃથ્વીકાયાદિ જીવોને સંતાપવા. (૩) આરંભ- જીવોની ઘાત કરવી.
- આઠમા સૂત્રમાં કરણના ત્રણ ભેદમાં સરંભ, સમારંભ અને આરંભ એવા ક્રમથી પાઠ ગ્રહણ કર્યો છે. અન્ય પ્રતોમાં તે પાઠ આરંભ, સંરંભ, સમારંભ આ ક્રમથી મળે છે. તેનું કારણ લિપિ પ્રમાદ વગેરે હોય શકે છે. ટીકાકારે તેની ચર્ચા કરી નથી પરંતુ તેઓએ ત્યાં એક ગાથા ઉદ્ધત કરી છે, તેમાં આ ત્રણે શબ્દોનો યથાર્થ ક્રમથી અર્થ કર્યો છે, યથા
संकप्पो संरंभो, परितावकरो भवे समारंभो ।
आरंभो उद्दवओ, सुद्ध णयाणं तु सव्वेसि ॥ આ ગાથાથી સંરંભ, સમારંભ, આરંભ એ જ ક્રમ સ્પષ્ટ થાય છે તથા અન્ય શાસ્ત્રોમાં પણ આ ત્રણે શબ્દો આ ક્રમમાં જ જોવા મળે છે. તેથી પ્રસ્તુતમાં આ ક્રમ સ્વીકાર્યો છે.
નિલિવિM :- એકેન્દ્રિયમાં એક કાયયોગ, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચતુરિન્દ્રિયમાં કાયયોગ અને વચનયોગ, આ બે યોગ હોય છે. તેથી અહીં ત્રણ સૂત્રોમાં એકેન્દ્રિય અને વિકલેન્દ્રિયને વને, શેષ સર્વ દંડકમાં ત્રણ-ત્રણ યોગ કહ્યા છે. સંરંભાદિ ત્રણ ભેદમાં સંરંભ પણ સંકલ્પરૂપ છે. તોપણ સૂત્રમાં તેને ૨૪ દંડકમાં હોવાનું કહ્યું છે. તેથી અહીં સંકલ્પને મનોયોગ રૂપ ન સમજતાં આત્મ પરિણામ રૂપે સમજવો જોઈએ. આત્મ પરિણામ સર્વ દંડકમાં હોય છે. ટીકાકારે અહીં આ રીતે સ્પષ્ટતા કરી છે કે એકેન્દ્રિય વગેરેમાં 'સંરંભ' પૂર્વના સંસ્કારની અપેક્ષાએ હોય છે. સમારંભ અને આરંભ તો ૨૪ દંડકમાં થાય તે નિઃસંદેહ છે.
દીર્ધાયુ અલ્પાયુ બંધનાં કારણો - | ९ तिहिं ठाणेहिं जीवा अप्पाउयत्ताए कम्म पगरेंति, तं जहा- पाणे अइवाइत्ता भवइ, मुसं वइत्ता भवइ, तहारूवं समणं वा माहणं वा अफासुएणं अणेसणिज्जेणं असणपाणखाइमसाइमेणं पडिलाभेत्ता भवइ; इच्चेएहिं तिहिं ठाणेहिं जीवा अप्पाउयत्ताए कम्मं पगरेति ।
ભાવાર્થ :- ત્રણ પ્રકારે જીવ અલ્પ આયુષ્યકર્મ બાંધે છે, તે આ પ્રમાણે છે– (૧) હિંસા કરે (૨) જૂઠું બોલે (૩) તથારૂપના શ્રમણ—માહણને(પૂર્ણ અહિંસક શ્રમણને)અપ્રાસુક, અનેષણીય અશન, પાન, ખાદિમ, સ્વાદિમ રૂપ આહારનું દાન આપે. આ ત્રણ સ્થાનોના દોષોનું સેવન કરનાર જીવ અલ્પ આયુષ્ય કર્મ બાંધે છે.
१० तिहिं ठाणेहिं जीवा दीहाउयत्ताए कम्मं पगरेंति, तं जहा- णो पाणे