________________
૧૫ર
શ્રી ઠાણાગ સુત્ર-૧
રોગીની ચિકિત્સા-શુક્રૂષાના ચાર પ્રકારમાં પરિવાર શબ્દપ્રયોગ, પરિચર્યા–સેવા શુશ્રુષા કરનારના અર્થમાં છે. (૪) અર્ધમાગધી કોશમાં પરિવાર પરિચારકનો અર્થ સ્ત્રીલંપટ પણ કર્યો છે.
મૈથુન વિષયક ત્રણ-ત્રણ પ્રકાર :| ५ तिविहे मेहुणे पण्णत्ते, तं जहा- दिव्वे, माणुस्सए, तिरिक्खजोणिए । तओ मेहुणं गच्छति, तं जहा- देवा, मणुस्सा, तिरिक्खजोणिया । तओ मेहुणं सेवंति, तं जहा- इत्थी, पुरिसा, णपुंसगा। ભાવાર્થ :- મૈથુન ત્રણ પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) દેવ સંબંધી (૨) મનુષ્ય સંબંધી (૩) તિર્યંચ-પશુ સંબંધી. ત્રણ પ્રકારના જીવ મૈથુનને પ્રાપ્ત થાય છે, તે આ પ્રમાણે છે– (૧) દેવ (૨) મનુષ્ય (૩) તિર્યચ. ત્રણ પ્રકારના જીવ મૈથુન સેવન કરે છે, તે આ પ્રમાણે છે- (૧) સ્ત્રી (૨) પુરુષ (૩) નપુંસક.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ત્રણ ગતિમાં મૈથુન સેવન હોવાથી મૈથુનના ત્રણ પ્રકાર કહ્યા છે. નરક સિવાયની ત્રણ ગતિમાં સ્ત્રીવેદી અને પુરુષવેદી બંને પ્રકારના જીવો હોવાથી મૈથુન સેવન સંભવે છે. દેવોના મૈથુનને દિવ્ય, મનુષ્યના મૈથુનને માનુષી અને તિર્યંચોના મૈથુનને તિર્યમ્ યોનિક મૈથુન કહે છે. સ્ત્રી, પુરુષ અને નપુંસક આ ત્રણે પ્રકારના જીવ મૈથુન સેવન કરે છે. યોગ પ્રયોગ, કરણના ત્રણ-ત્રણ ભેદ :|६ तिविहे जोगे पण्णत्ते, तं जहा- मणजोगे, वइजोगे, कायजोगे । एवं विगलिंदियवज्जाणं णेरइयाणं जाव वेमाणियाणं । ભાવાર્થ :- યોગ ત્રણ પ્રકારના છે, તે આ પ્રમાણે છે– (૧) મનોયોગ (૨) વચનયોગ (૩) કાયયોગ. એ જ રીતે વિકસેન્દ્રિયને છોડીને નારકીથી વૈમાનિક પર્યત સર્વ દંડકમાં ત્રણ ત્રણ યોગ હોય છે.
७ तिविहे पओगे पण्णत्ते, तं जहा- मणपओगे, वइपओगे, कायपओगे । एवं जहा जोगो विगलिंदियवज्जाणं तहा पओगो वि जाव वेमाणियाणं । ભાવાર્થ - પ્રયોગ ત્રણ પ્રકારના છે, તે આ પ્રમાણે છે– (૧) મન પ્રયોગ (૨) વચન પ્રયોગ (૩) કાય પ્રયોગ. યોગની જેમ વિકસેન્દ્રિયને છોડીને વૈમાનિક પર્વતના શેષ સર્વ દંડકોમાં ત્રણ ત્રણ પ્રયોગ હોય છે. ८ तिविहे करणे पण्णत्ते,तं जहा- मणकरणे, वइकरणे, कायकरणे । एवं